તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે દિ’ના રિમાન્ડમાં અકરમ ઉર્ફે અકુડા પાસેથી નવા રાજ ખુલશે ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  બાંગલા દેશી મહિલાને પત્નિ બનાવી ભારતીય નાગરીત્વ અપાવી ખોટા આધારો ઉભા કરી દેવા તેમજ 500ના દરની નકલી નોટ સહિતના મહત્વની ભૂમિકાઓનું રાજ છુપાયેલુ છે તે  અકરમ ઉર્ફે અકુડાનો પોલીસે અમદાવાદથી કબજો લીધા બાદ ભુજની કોર્ટમાં 14 દિવસના જામીન માટે રજુ કરતાં અદાલતે આરોપીના બે આપ્યા હતા બીજી તરફ જન્મ પ્રમાણપત્ર બનાવી દેવાના આરોપીમાં પકડાયેલા અબડાસા તાલુકાના કોસાવાંઢના સરપંચ અને પંચાતના ક્લાર્કના શનિવારે અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે આજે સાંજ સુધી પુરા થતાં આ કૌભાન્ડમાં વધુ કોણ સંકડાયેલા છે કે કેમ તે સહિતની વિગતો બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.
 
ભુજમાં નકલી નોટ અને બોગસ જન્મ પ્રમાણ પત્ર મામલે ઝડપાયેલી બાંગલાદેશી મહિલા મંજુરાખાતુન તથા યુવાન સાગોર વિરૂધ ગેર કાયદે ભારતમાં પ્રવેશ અને મંજુરા અને તેના પતિ અકરમ ઉર્ફે અકુડો તથા કોસા સરપંચ સિધિક ગજણ તથા નલિયા ગ્રામપંચાયતના ક્લાર્ક ગાભુભા અબડા વિરૂધ ગ્રામપંચાયતનું બોગસ પ્રમાણપ્ર આપવા અંગે ગુનો નોંધાયો હતો, આ કેસનો મુખ્ય સુત્રધાર અકરમને પોલીસે સોધી રહિ છે તેની ભનક લાગી જતાં તે અલગ અલગ જગ્યાએ નાશતો ફરતો હતો જેન શુક્રવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લેતા ભુજ પોલીસની ટુકડીએ આરોપીનો કબજો લઇ શનિવારે આરોપી વિરૂધ ગુનો નોંધી ભુજની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી સાથે રજુ કર્યો હતો. 

અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરતા ભુજ બી ડિવિઝન પોલીસ તેમજ સ્પેશીયલ ઓપ્રેશન ગૃપના દ્વારા સયુક્ત રીતે મંજુરા અને અકરમની ક્રોસ ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે તો  અકરમ પાસેથી નકલી નોટ ગેર કાયદે બાંગલાદેશની લટાર તે ઉપરાંત નવા રાજ ખુલ્શે તેવું મનાઇ રહયું છે. 

તો બીજી તરફ અબડાસા તાલુકાના કોસાવાંઢના સરપંચ તેમજ નલિયા ગ્રામપંચાયતના ક્લાર્કની ધરપકડ કર્યા બાદ આરોપીઓના રવિ-સોમ બે દિવસના રિમાન્ડ દરમિયાન પુછતાછ હાથ ધરી છે આરોપીઓ પાસેથી મળી આવેલા કોરા સર્ટી ફીકેટ્સો અને સિકાઓ દ્વારા અન્ય કેટલા બોગસ પ્રમાણ પત્રો બની ગયા છે તેમજ આ કાંન્ડમાં અન્ય કોણ કોણ સ઼કડાયેલા તે સહિતની વિગતો બહાર આવશે.
અન્ય સમાચારો પણ છે...