તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ: વ્યવસાય બચાવવા વિરોધીઓ એક થયા, અંતે ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ વરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ/નખત્રાણા:ભુજમાં કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક ઓનર્સના પ્રમુખની વરણી માટે ટ્રકમાલિકોની સભા મળી હતી, જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છના બન્ને વિરોધી જૂથ એકમંચ પર આવ્યા હતા અને ધંધો બચાવવાની મજબૂરીથી સંસદીય સચિવના પુત્રને બાગડોર સોંપવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઇ હતી. શહેરની ખાનગી હોટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યે પૂર્વ અને પશ્ચિમ કચ્છના ટ્રક માલિકોની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક ઓનર્સના પ્રમુખ તરીકે ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિયેશન અધ્યક્ષ અને સંસદીય સચિવ વાસણભાઇ આહિરના પુત્ર નવગણના નામની દરખાસ્ત મૂકાઇ હતી. જેને પૂર્વ અને પશ્ચિમ કચ્છના બન્ને વિરોધી જૂથે વધાવી લીધી હતી. જેની પાછળ ટ્રક માલિકો માટે ધંધો બચાવવાની મજબૂરી કામ કરી ગઇ હતી. આ તકે ગુજરાત ટ્રક એસોસિયેશનના પ્રમુખ અને સંસદીય સચિવે ડબો ચાલુ રાખવા અને ઓવરલોડ અટકાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેને નવનિયુક્ત પ્રમુખ નવગણે પણ દોહરાવી હતી.

અહીં ઉપસ્થિત ટ્રક માલિકો જ ડબો તોડવાની વાત કરતા હતા : નરેન્દ્ર મિરાણી
ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ વાસણભાઇ આહિરે પ્રિન્ટ મીડિયાનો ઉલ્લેખ કરી રહ્યું હતું કે, કેટલાક લોકો પ્રિન્ટ મીડિયાને ખોટી માહિતી આપે છે, જેથી પ્રિન્ટ મીડિયાએ છાપી નાખ્યું કે, ‘ડબો જાય છે.’ એમની આ ટકોર બાદ કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક ઓપરેટર્સના મહામંત્રીએ કહ્યું હતું કે, ‘અહીં ઉપસ્થિત કેટલાક લોકો અહીં જે બોલતા હોય, તે પરંતુ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, ડબો તોડવો જરૂરી છે. ડાયરેક્ટ ચીઠ્ઠી આપો. જોકે, ઓપરેટર્સને ડબો તૂટે કે ચાલુ રહે તેનાથી કોઇ મતલબત નથી. ઓપરેટર્સનો ઓનર્સના દરેક નિર્ણયમાં ટેકો હશે.’ તેમની આ વાત સાંભળી વાસણભાઇના ભત્રીજા ત્રિકમ કટાક્ષમાં હસવા લાગ્યા હતા, પરંતુ મીરાણીએ જેવું પાછળ જોયું કે, તેમણે ચહેરા ઉપર એકચિતે ગંભીરતાથી સાંભળતા હોય એવા ભાવલાવી દીધા હતા !
પશ્ચિમ કચ્છના ટ્રકમાલિકો હાથ ઉંચો કરે : પ્રદ્યુમનસિંહ
પશ્ચિમ કચ્છ ટ્રક માલિકો ઉપર જેમનું વર્ચસ્વ છે એવા પ્રદ્યુમનસિંહ જાડેજા મંચસ્થ હતા. તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, કોણ પ્રમુખ બને છે તે મારા માટે ગૌણ બાબત છે, અત્યારે મારા માટે પશ્ચિમ કચ્છના ટ્રક માલિકોને ધંધો કેમ મળી રહે તે મહત્ત્વનું છે. જેના માટે લિગ્નાઇટ પરિવહન માટે ડ્રો પદ્ધતિ ચાલુ રહે અને ઓવરલોડ અટકાવવામાં આવે તે જરૂરી છે. જે આ મુદ્દે સહમત હોય તેને પશ્ચિમ કચ્છના ટ્રક માલિકો સાથ સહકાર આપશે. ‘અહીં આવેલા પશ્ચિમ કચ્છના ટ્રક માલિકો હાથ ઉંચો કરે’ એમ કહી એમણે તેમના ટેકેદારોની ઉપસ્થિતિ તરફ પણ સૌનું ધ્યાન દોર્યું હતું. અલબત, ઉપસ્થિત ટ્રક માલિકોમાં તેમના ટેકેદારોની સંખ્યા 40 ટકા જેટલી હતી, પરંતુ તેમણે એ દ્વારા આડકતરીતે એમના મહત્ત્વને અવગણી ન શકાય એ તરફ સ્પષ્ટ ઇશારો
કરી દીધો હતો.

2011માં પ્રમુખની વરણી મુદ્દે ડખો થયો હતો
2011ની સાલમાં ટાઉન હોલમાં કચ્છના ટ્રક માલિકોની સભા મળી હતી. જેમાં વાસણભાઇ આહિરે જ તેમના ભત્રીજાને કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક એસોસિયેશનને પ્રમુખ તરીકે જાહેર કરી દીધા હતા. જેથી પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ થયા હતા અને સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે થઇ હોવાનું જણાવી અલગ ચોકો પાડ્યો હતો. જેથી ટ્રક માલિકો પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા એમ બે જૂથમાં વહેંચાઇ ગયા હતા. ત્યારબાદ 30 સભ્યોની એડહોક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાંથી ધીરે-ધીરે સભ્યોની સંખ્યા ઓછી થવા લાગી હતી અને ટ્રક માલિકોના બે જૂથ પડવાથી ધંધો તૂટ્યો હતો. જેને બચાવવા આખરે 5 વર્ષે બન્ને જૂથ એક થયા છે.
આગળની સ્લાઇડમાં વાંચો,ટ્રક ઓવરલોડ ભરવી નથી અને ભરવા દેશું પણ નહીં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો