તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં કાર અથડાયા બાદ ઠપકો મળતાં 3 રાઉન્ડ ફાયરિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: ગાંધીધામમાં એક બનાવે ચકચાર જગાવી છે. બુધવારે મોડી રાત્રે દિલ્હીથી કાર લઇને કચ્છમાં રણોત્સવ માટે આવેલા બે યુગલોને ગાંધીધામ ખાતે અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું અને બાદમાં આ બાબતે ઠપકો આપવાનો પ્રયાસ કરતાં જ અકસ્માત સર્જનારા કારના ચાલકે હવામાં બંદૂકથી ગોળીબાર કરતાં આ બન્ને યુગલો ગભરાઇ ગયા હતા. નુકસાની સહન કર્યા બાદ ઉપરથી આવી દાદાગીરી થતાં આ યુગલો માટે મુસીબત સર્જાઇ હતી.
બુધવારની રાત્રે દિલ્હીથી પોતાની ડીએલ-02-ડીસી નંબરપ્લેટ ધરાવતી કારથી કચ્છના રણોત્સવ માણવા આવી રહેલા બે યુગલો ગાંધીધામમાં કોર્ટ નજીક રાત્રે પસાર થતા હતા ત્યારે બમ્પર પર પોતાની ગાડી ધીમી કરતાં જ પાછળથી આવી રહેલી એક અન્ય કાર તેમાં ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતના પગલે દિલ્હીના વેપારીએ કાર સાઇડમાં ઉભી રાખી, નીચે ઉતરી અકસ્માત કરનારા કારના ચાલક પાસે જઇ ફરિયાદ કરી હતી, આ કારમાં બેઠેલા 5 યુવાનો દ્વારા પ્રથમ તો વેપારીની મજાક ઉડાવવામાં આવી હતી. હાથમાં દારૂના જામ સાથે મજાક થતાં જ વેપારી અકળાયો હતો અને તેણે ‘ઐસા રસ્તે પે નહી ચલતા હે’ એમ કહેતાં જ કારના ચાલકે બંદૂક કાઢી લઇ હવામાં 3 રાઉન્ડ ગોળીઓ છોડી હતી અને વેપારીને બંદૂકથી જ રવાના થઇ જવાનો ઇશારો કરી કાર મારી મૂકી હતી.

દરમિયાન, પસાર થતા અન્ય બે કારચાલકોએ આ આખું દૃશ્ય જોયા બાદ ભાગી છૂટેલી કારનો પીછો કર્યો હતો, પરંતુ આ કાર આદિપુરના અર્બુદાનગર તરફ વળી આંખોથી ઓઝલ થઇ ગઇ હતી અને હાથમાં આવી નહોતી. બીજીતરફ, કારમાં નુકસાની સહન કરનારા દિલ્હીના વેપારીએ ભુજ તરફ જતાં, પીછો કરનારી ગાડીઓ સામે મળતાં જ તેના ચાલકોનો આભાર માન્યો હતો. જોકે, બનાવ સંબંધે પોલીસ ફરિયાદ થઇ નહોતી.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...