નખત્રાણામાં 24 કલાકમાં બીજી બાળકી પર દુષ્કર્મ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

ભુજ: નખત્રાણાના વાડી વિસ્તારમાં ખેતમજુરની 13 વર્ષી પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટનાની ફરિયાદને હજુ 24 કલાક વિત્યા નથી ત્યા ફરિ નખત્રાણા તાલુકાના મોટા કાદીયા ગામે વાડીમાં 14 વર્ષીય બાળા પર નાના કાદીયાના યુવકે દુષ્કર્મ ગુજારી ત્રણ માસનો ગર્ભ રાખી દેવાની ઘટના સામે આવતાં કાયદાના રક્ષકોમાં દોડ ધામ મચી જવા સાથે સમગ્ર પંથકમાં ખડભડાટ મચી જવા પામ્યો છે.

 

સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દુષ્કર્મની ઘટના આશરે ત્રણથી ચાર  માસ અગાઉ નખત્રાણા તાલુકાના મોટા કાદીયા ગામે આવેલી વાડીમાં બની હતી, ભોગ બનાર બાળકી તેના ઘરની પાછળ આવેલી વાડીમાં ઝાડ પર ઉગતાં માથામાં નાખવાની કોઇ ચીજ વસ્તુ લેવા ગઇ હતી, ત્યારે નાના કાદીયા ગામના શખ્સે બાળકીને પકડી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો,  અનૂસૂચિત જાતિના પરીવારની 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરી તેણીને  ગર્ભવતી બનાવી દીધી હતી, ભોગ બનાર બાળકીના પિતાને જાણ થતાં તેમણે નાના કાદીયાના શખ્સ વિરૂધ નખત્રાણા પોલીસ મથકમાં આરોપી શખ્સ સામે ફરિયાદ લખાવવાની તજવીજ હાથ ધરી છે.

 

- નાના કાદીયાની કન્યા પર મોટા કાદીયાના શખ્સે દુષ્કર્મ ગુજારી 3 માસનો ગર્ભ રાખી દીધો
- હવસખોર વિરૂદ્ધ પોલીસની પોક્સો સહિતની કલમ તળે ગુનો નોંધવા તજવીજ


આ બાળકીને તબીબી પરિક્ષણ માટે  ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં  લવાઇ આવ્યા છે,  નખત્રાણામાં બુધવારે 13 વર્ષની બાળકી પરના દુષ્કર્મની ઘટનાના આરોપી હજુ પોલીસ પકડથી દુર છે, દરમિયાન ગણતરીના કલાકોમાં ફરી નખત્રાણાના મોટા કાદીયા ગામે બાળકી પરના દુષ્કર્મના બનાવને પગલે નખત્રાણા સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ બનાવ અંગે નખત્રાણા પોલીસનો સંપર્ક કરતા ભુજ હોસ્પિટલમાંથી એમએલસી આવી છે, હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી, ભુજ હોસ્પિટલમાં નખત્રાણા પોલીસ ફરિયાદ લેવા ગયા હોવાનું પીએસઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...