સવાલ સુરક્ષાનોઃ પુર્વ કચ્છમાં મહિલાઓ અને સગીરા પર દુષ્કર્મના વધી રહેલા બનાવ ચિંતાજનક

Bhaskar News

Bhaskar News

Nov 24, 2018, 03:40 AM IST
Women's outrage in East Kutch increased

ગાંધીધામ: પુર્વ કચ્છ જિલ્લામાં આવેલા ગાંધીધામ,અંજાર,ભચાઉ,રાપર વિસ્તારમાં વર્ષ-2017 માં જાન્યુઆરી મહિનાથી નવેમ્બર મહિના સુધીના 10 મહિનામાં દુષ્કર્મના 24 કેસો નોંધાયા હતા,તો વર્ષ- 2018 માં આટલા જ સમયગાળામાં 38 કેસો નોંધાયા છે જે દર્શાવે છે કે દુષ્કર્મના બનાવોમાંવધારો થયો છે અને આ આંકડા ચિંતાજનક બાબત છે, વધુ ચોંકાવનારી વિગતો એ છે કે આ બનાવોમાં 90 ટકા બનાવોમાં સગીર વયની બાળકીઓ ભોગ બની છે.પુર્વ કચ્છમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો સ્પષ્ટ દર્શાવે છે કે મહિલાઓ અને સગીર વયની બાળકીઓ સુરક્ષિત નથી.


દીલ્હીના બનાવ બાદ પ્રોટેક્શન ઓફ ચિલડ્રન અગેઇન્સ્ટ સેક્સયુઅલ અફેન્સીસ એક્ટ – 2012માં કડક કલમોનો સમાવેશ કરાયો છે તેમ છતાં સગીર વયની બાળકીઓ પર થતા દુષ્કર્મોના બનાવો સતત બની રહ્યા છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે. રાપર ખાતે દુષ્કર્મના ચાર બનાવો નોંધાયા જેમાં ત્રણ સગીરા ઉપર થયેલા છે,અંજારમાં જાન્યુઆરીથી અત્યાર સુધી 7 દુષ્કર્મના કેસ નોંધાયા છે જેમાં પાંચ સગીર વયની બાળકીના છે તો દુષ્કર્મ સિવાય 5 બનાવ છેડતીના પણ નોંધાયા છે , ભચાઉ પોલીસ મથકે ચાર કેસ દુષ્કર્મના નોંધાયા છે જેમાં એક નાની ચીરઇ નજીક બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો છે., બાકીના બનાવો ગાંધીધામના પોલીસ મથકમોમાં નો઼ધાયા છે અને મોટા ભાગના સગીરા ઉપરના છે.


આ બાબતે પુર્વ કચ્છ પોલીસવડા પરિક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ પ્રકારના બનાવો જે વિસ્તારમાં વધુ બની રહ્યા છે તે વિસ્તારોમાં યોગ્ય એજ્યુકેશનનો અભાવ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે જે સામાજિક સંસ્થાઓ છે તેવી સંસ્થાઓએ આવા વિસ્તારોમાં માર્ગદર્શન શિબિરો યોજી વિચારધારા બદલવાની જરૂર છે, આ પ્રકારના બનાવોમાં કાયદાઓ કડક બનાવવામાં આવ્યા છે અને દુષ્કર્મ કરનાર આરોપીને કડક સજા કરવામાં આવે છે.


પુર્વ કચ્છ જીલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં ઉદ્યોગો ધમધમી રહ્યા છે તો મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે છે ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રમિકો અહીં રોજીરોટી માટે વસી રહ્યા છે અને મોટાભાગના દુષ્કર્મના બનાવોમાં પરપ્રાન્તિય લોકો જ સંડોવાયેલા હોવાનું બહાર આવે છે.

સમસ્યાનું જડ : એકલતા, નશાખોરી અને પોર્ન વિડિયો જવાબદાર કારણ


હાલ જ્યારે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે આ સવાલના જવાબમાં ગાંધીધામના મનોચિકિત્સક ડો.સંજય બારોટે જણાવ્યું હતું કે, પોતાના ઘર પરિવારને છોડી અહીં રોજી રોટી માટે આવતા શ્રમીકોએકલવાયું જીવન જીવે છે સાથે નશાના બંધાણી હોવાથી ઉપરાંત સોશિયલ મીડિયા પર લોડ કરાતા પોર્ન વીડીયો જોઇ પોતાની વાસના પર કંટ્રોલ રાખી શકતા નથી જેના કારણે દુષ્કર્મના બનાવો વધી જાય છે, જરૂર છે યોગ્યા માર્ગદર્શન સાથેના એજ્યુકેશનની જો આ શક્ય બનશે તો જ આ પ્રકારના બનાવોની સંખ્યા ઘટશે.

નાની બાળકીઓ આસાનીથી ફોસલાઇ જાય છે


આ પ્રકારના બનાવોમાં સગીર વયની બાળકી ઉપર દુષ્કર્મના બનાવો વધી ગયા છે તે બાબતે મનોચિકિત્સક ડો.બારોટે જણાવ્યું હતુ઼ કે, પાકટ ઉંમરની યુવતી કે મહિલાઓ કરતા઼ નાની બાળકીઓ આસાનીથી ફોસલાઇ જાય છે અને વળી ઘણા કિસ્સાઓમાં તો દુષ્કર્મ ગુજારનાર ે આપેલી ધમકીને કારણે ભોગ બનનાર સગીરા હેબતાઇ જઇ કંઇ ફરિયાદ કરવાનું પણ ટાળે છે આ બધા કારણોસર સગીરાઓ પર દુષ્કર્મના બનાવો વધી ગયા છે.

X
Women's outrage in East Kutch increased
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી