• Home
  • Kutchh
  • Bhuj
  • The soldiers were given 35 digital satellite phones for communication

અન્યાયઃ દેશ મફતના ભાવે ફોન વાપરે છે ત્યારે જવાનો માટે સબસિડી છતાં મિનિટનો એક રૂપિયો

Bhaskar News

Bhaskar News

Nov 24, 2018, 03:47 AM IST
The soldiers were given 35 digital satellite phones for communication

પરિવારજનો સાથે સંપર્ક થઇ શકે તે માટે ડિજિટલ ફોન આપવો આવકારદાયક પણ શા માટે સેવા નિ:શુલ્ક પુરી પડાતી નથી તે મોટો સવાલ : કચ્છ સહિતની સરહદે રખોપું કરતાં સૈનિકો માટે વિચારવું જરૂરી

ભુજ: પાછલા કેટલાક વર્ષો દરમિયાન દેશમાં ટેલિકોમ ટેકનોલોજી ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જાઇ છે. ખાનગી કંપનીઓએ લોભામણી સ્કીમ જાહેર કરી સરકારના સાહસ એવા બીએસએનએલને પણ પોતાના ભાડાં ઘટાડવા સહિતની ફરજ પાડી છે. આ તમામ કારણોથી આજે દેશભરમાં લોકો મફતમાં જ ફોન વાપરી રહ્યા છે. પણ કરમની કઠણાઇ ગણો તેવી બાબત એ છે કે પોતાના ઘર પરિવારથી દુર રહેતા અને સરહદ પર તૈનાત રહી દેશવાસીઓનું રખોપું કરતા જવાનોને કોલ કરવા માટે પ્રતિ મિનીટ 1 રૂપિયો ચુકવવો પડી રહ્યો છે.


કચ્છના સરહદી વિસ્તારમાં બીએસએનએલ સહીતની ખાનગી કંપનીઓનું મોબાઇલ નેટવર્ક સીમીત ક્ષેત્રમાં પથરાયેલું છે.સરહદ પર ફરજ બજાવતા જવાનો પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી શકે તે માટે બોર્ડર સિકયોરીટી ફોર્સની ડિમાન્ડના આધારે સર્વિસ પ્રોવાઇડર તરીકે ભારત સંચાર નિગમ લિમીટેડે 35 જેટલા ડિજિટલ સેટેલાઇટ ફોન પુરા પાડયા છે. આ ફોન મારફત જવાનો પોતાના પરીવાર સાથે કૉમ્યુનિકેશન કરીશ કતા હોય છે.


જવાનો માટે અા સુવિધા ચોક્કસથી આવકારદાયક ગણી શકાય પણ અહી મુળ મુદાની વાત એ છે કે જો આખા દેશ માટે જો વિવીધ સ્કીમ મારફત મફતમાં ફોન વાપરવાની સુવિધા મળતી હોય તો દેશવાસીઓનું રખોપું કરતા જવાનોને શા માટે આવી સુવિધા પુરી પડાતી નથી. ખરેખર તો કેન્દ્ર સરકારે આ માટે ગંભીરતાથી વિચારવું જોઇએ તેવો મત પ્રવર્તી રહ્યો છે.

અલગ અલગ બોર્ડર પોઇન્ટ પર ખાસ ડિસ્ક લગાડાઇ છે

બીએસએનએલના જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ આપેલી માહિતી અનુસાર જિલ્લાના સરહદી વિસ્તારના એવા બોર્ડર પોઇન્ટ કે જયાં કોઇપણ પ્રકારની નેટવર્ક કનેટીવીટી નથી ત્યાં જવાનો સંપર્કમાં રહી શકે તે માટે ખાઇ ડિજિટલ સેટેલાઇટ ફોન અપાયા છે. સેટેલાઇટ મારફત કૉમ્યુનિકેશન થઇ શકે તે માટે બોર્ડર પોઇન્ટ પર ખાસ ડિસ્ક પણ લગાડાઇ છે.
સરકાર સબસિડી આપીને જાણે કે ઉપકાર કરે છે


સંચાર નિગમના સુત્રોએ જણાવ્યું કે સરકારે ડિજિટલ સેટેલાઇટ મોબાઇલ ફોનની સેવાને સબસીડાઇઝડ કરી છે. ડિજિટલ સેટેલાઇટ ફોન મારફત કોલનો દર પ્રતિ મિનીટ 5 રૂપિયાનો છે. સરકારની સબસિડીનો કારણે જવાનોને એક જ રૂપિયો ચુકવવો પડે છે. સરકાર જાણે કે સબસિડી આપી ઉપકાર કરી રહી હોય તેવી સ્થિતી સર્જાયેલી દેખાઇ રહી છે.

X
The soldiers were given 35 digital satellite phones for communication
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી