Home » Kutchh » Bhuj » The amount of sharp weapons found in Gandhidham bus from Rajasthan

ગાંધીધામથી રાજસ્થાન જતી બસમાંથી તીક્ષ્ણ હથિયારોનો જથ્થો મળી આવ્યો

Divyabhaskar.com | Updated - Nov 23, 2018, 03:03 AM

રાજસ્થાનમાં ચૂંટણી ટાણે અફરાતફરી ન થાય તે માટે પોલીસ એલર્ટ

  • The amount of sharp weapons found in Gandhidham bus from Rajasthan

    ગાંધીધામ: ગાંધીધામ થી રાજસ્થાન ચાલતી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી ભીલવાડામાં તલવાર અને છરી સહિતાના 293 જેટલા ધારદાર હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો ગાંધીધામથી લોડ કરવામાં આવ્યો હતો કે અન્ય સ્થળેથી કરવામાં આવ્યો છે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. હાલ પોલીસે ચાર શખસોની અટકાયત કરી છે. રાજસ્થાનમાં ચૂંટણી ટાણે આ જથ્થો ઝડપાતા તંત્ર દોડતું થયું છે.

    પોલીસે 143 તલવાર, 40 ગુપ્તી સહિત 290 હથિયાર કબજે કરી 4ને ઝડપ્યા

    રાજસ્થાનના ભીલવાડામાં પોલીસે ગુજરાતથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ આરજે 22 પીએ 4577ને રોકીને તપાસ કરતા ડેકીમાંથી તલવાર, છરી સહિતના ધારદાર 293 હથિયારો મળી આવ્યા હતા. જથ્થો લઈ આવનાર શખસો પાસેથી પરવાનો માંગતા કાંઈ મળી આવ્યું ન હતું. પોલીસે ઘટનામાં ચાલક વિક્રમસીંહ ચારણ (જોધપુર), કંડક્ટર દેવીસીંહ (જોધપુર) અને દીપક ચારણ (પાલી) ની અને આ જથ્થાની ડીલવરી લેવા આવેલા ગંગરાર સિકલીગર્ની અટક કરી છે. હાલ રાજસ્થાનમાં ચુંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારના જથ્થાથી તંત્ર ચોંકી ઊઠ્યું છે. પોલીસે ચારેય શખસો વિરુદ્ધ આર્મ્સ એક્ટ્સની ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી.

    આ હથિયારો કબજે કરાયા


    બસની ડેકીમાંથી 143 તલવાર, 57 કટાર,40 ગુપ્તી, અને 57 બટન વાળા ચાકુનો સમાવેશ થાય છે. આ જથ્થો ગાંધીધામથી લોડ કરાયો છે ત્યારે આ જથ્થો કોણે લોડ કરાવ્યો છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ