વરસાદ / માવઠાએ સર્જયો ચોમાસુ માહોલ: અંજારમાં પોણો કલાકમાં તોફાની 1 ઇંચ વરસાદ

1 ઇંચ વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા
1 ઇંચ વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા
X
1 ઇંચ વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા1 ઇંચ વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા

  • પશ્ચિમી વિક્ષોભ અને સર્કયુલેશનની અસર તળે વાતાવરણે મારી પલટી
  • ગાંધીધામ-આદિપુરમાં ભારે ઝાપટાં: ભુજના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યા ઝરમરીયાં 

Divyabhaskar.com

Jan 22, 2019, 03:46 AM IST
ભુજ: પશ્ચિમ વિક્ષોભના કારણે સર્જાયેલ ટ્રફ અને પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલ સાયકલોનીક સર્કયુલેશનની અસર તળે કચ્છના વાતાવરણમાં પલટો આવતાં ભરશિયાળે વરસેલા માવઠાએ કચ્છમાં ચોમાસુ માહોલ ખડો કરી દીધો હતો. અંજારમાં તો ચોમાસું જ મંડાયું હોય તેમ પોણો કલાકમાં તોફાની એક ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા સહિતની સમસ્યા સર્જાઇ હતી. 

1. બપોરે 2 વાગ્યે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો
સોમવારે સવારથી છવાયેલા ધાબડિયા માહોલ પછી બપોરે 2 વાગ્યે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો જે માત્ર પોણા કલાકમાં 24mm એટલેકે 1 ઇંચ જેટલો ખાબકી પડ્યો હતો. આ વરસાદ અંજાર શહેર ઉપરાંત તાલુકાના સાપેડા, નાગલપર, ખેડોઈ, સીનુગ્રા, ખંભરા, ચંદીયા, સતાપર, વરસામેડી,ઝરૂ વગેરે ગામડાઓમાં પણ ઓછા વધુ પ્રમાણમાં પડ્યો હતો. 
ગાંધીધામ અને જોડિયા નગર આદિપુરમાં પણ 2 ભારે વરસાદી ઝાપટાં પડતાં માર્ગ પર પાણીના ખાબોચીયાં ભરાવવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કાળાડીબાંગ વાદળોએ ચોમાસુ માહોલ ખડો કરી દીધો હતો. ગાંધીધામથી ભચાઉને જોડતા માર્ગ પર પણ બપોરના સમયે વરસાદી ઝાપટાં પડયાં હતાં. ભુજના હાજાપર, રેહા, કોટડા,ચકાર અને જાંબુડી સહિતના ગામોમાં બપોર 1થી 2 વરસાદી ઝાપટાં પડયા બાદ 3.30 વાગ્યે ફરી ઝાપટું પડતાં વાતાવરણ ભીનું બની ગયું હતુ઼ં.
3. મહતમ પારો ગગડયો: ઠંડી વધી શકે
ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે સર્કયુલેશન અને ટ્રફની સંયુકત અસરથી માવઠું પડયું છે. આજે એટલે મંગળવારથી વાતાવરણ રાબેતા મુજબ થઇ જશે. દરમિયાન સોમવારે મહતમ પારો 4થી 5 ડિગ્રી જેટલો ગગડતાં બપોરના ભાગે અનુભવાતી તપત હળવી થઇ ગઇ હતી. પશ્ચિમ વિક્ષોલભ પસાર થઇ ગયા બાદ ઠંડીનું પ્રમાણ વધવાનીય સંભાવના વ્યકત કરાઇ છે. 
4. ખુલ્લામાં પડેલ સુકોચારો પલળી ગયો
કમોસમી વરસાદ વરસતાં ખુલ્લામાં પડેલો સુકોચારો પલળી જતાં દુષ્કાળના વર્ષમાં પશુપાલકોને પડયા પર પાટું પડયું છે. અમેય સુકાચારા તંગી છે ત્યારે માવઠાએ મુશ્કેલી વધારી છે. પૂર્વે કચ્છ કિસાન સંઘના પ્રમુખ રામજી છાંગાએ જીરુના પાકમાં થોડી ઘણી નુકશાની થશે તેવી ભીતી દર્શાવી ઘંઉ, દિવેલા સહિતનો હજુ કાચો મોલ હોતાં વધુ નુકશાનની સંભાવના તેમણે નકારી હતી. આ તરફ અંજાર વિસ્તારના ખેડુતોએ માવઠાંથી પાકમાં જિવાત પડવાની ભીતી દર્શાવી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી