મીસ'ગાઇડ'/ ડ્રોનથી ઇન્ડિયા બ્રિજ નજીક ડોક્યુમેન્ટરી શૂટ થઇ ગઈ

Divyabhaskar.com

Dec 07, 2018, 03:01 AM IST
making Documentary film near the India Bridge in bhuj

ભુજ: ઇન્ડિયા બ્રિજ નજીક બુધવારે કચ્છના એક ગાઈડએ કાળાડુંગર સનસેટ પોઇન્ટ પરથી ડ્રોન ઉડાડી રાષ્ટ્રીય સુરક્ષાના છેદ ઉડાડ્યા હતા. જો કે કાળાડુંગર પરથી ફ્લાય કરાયેલ ડ્રોન નજીક જ બીએસએફની ચોકી હતી. કમનસીબે તેમનું પણ ધ્યાન આ મુદ્દે ગયું ન હતું,અને વારંવાર પ્રવાસીઓને કચ્છ બતાવવા કાળાડુંગર જતા એ ગાઈડે એકવાર પણ સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની તસ્દી લીધી ન હતી.

કાળાડુંગર પરથી સ્થાનિક ગાઈડ દ્વારા ઉડાડેલુ ડ્રોન સુરક્ષા માટે ઘાતક


દેશના એક જાણીતા ટ્રાવેલ મેગેઝીન માટે એ ભોમિયાએ બે દિવસ તેની ટિમ સાથે રહી કચ્છના વિવિધ વિસ્તારની ડોક્યુમેન્ટરી શૂટ કરી હતી,જેમાં બુધવારે કચ્છના મહતમ ઊંચાઈ ધરાવતા સ્થાન કાળાડુંગર પર એરિયલ વ્યૂ માટે ડ્રોન ઉડાડયું હતું. ભારત પાક આંતરરાષ્ટ્રીય વિઘાકોટ બોર્ડરને માર્ગથી જોડતા એન્ટ્રી પોઇન્ટ ઇન્ડિયા બ્રિજની સમાંતરે આ ડ્રોન ઉડતા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારની સુરક્ષા જોખમાઈ છે. અત્રે નોંધનીય છે કે,સીમા સુરક્ષા દળ અહીં ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો છે.ત્યાં સુધી કે પ્રવાસન અર્થે જતા પ્રવાસીઓને ઇન્ડિયા બ્રિજ બાદ સાથે મોબાઈલ લઇ જવા પણ અનુમતિ નથી.ત્યારે આવા સંવેદનશીલ સ્થળે 'પ્રવાસન' ના નામે ડ્રોન ઉડાડી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મૂકીને એ ગાઈડ એ ખરેખર સુરક્ષા એજન્સીઓ અને નૈતિકતાને 'મીસગાઈડ' કરી છે.આ તસવીરો ડ્રોન ઉડાવનાર સ્થાનિક ગાઈડે પોતાના ફેસબૂક પ્રોફાઈલમાં પણ પોસ્ટ કરી છે. ત્યારે પ્રશ્ર્ન એ ઉદ્ભવે કે,કચ્છ સ્થિત બીએસએફથી લઈને ઇન્ટેલિજન્સ બ્યુરો સહિતની એજન્સીઓ આ મુદ્દે પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

ડ્રોનનો ઉપયોગ આવકાર્ય, સુરક્ષાના ભોગે નહિ


એકતરફ ડ્રોનના ઉપયોગથી ફોટોગ્રાફીથી લઈને હવે લોજિસ્ટિક સુધીની સુવિધામાં અત્યંત સરળતા આવી ગઈ છે.કેન્દ્ર સરકાર આ અંગે સરળતા માટે નિયમો બનાવી રહી છે,બીજી તરફ કચ્છભરમાં ફોટોગ્રાફરો દ્વારા પ્રિ-વેડિંગ માટે ફોટોજેનિક સ્થળોએ ડ્રોન ફ્લાય કરાય છે.પણ કદી કાળાડુંગર પર કરાયું હોવાનું જાણકારોના ધ્યાને આવ્યું નથી. ડ્રોન ઉડાડનાર પાયલોટે રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં ન મુકાય તેનું પ્રથમ ધ્યાન રાખવું જોઈએ, જે આ કિસ્સામાં મોટી ચૂક છે, અને ગાઈડની ધોરીધરાર ભૂલ.

X
making Documentary film near the India Bridge in bhuj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી