નુકસાન / નમક પર નર્મદા ફરી વળી: ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓની મહેનત ‘પાણીમાં’

Divyabhaskar.com | Updated - Feb 01, 2019, 10:59 AM
  X

  • અગરિયાઓના પાટા સુધી પાણી પહોંચ્યું
  • અસંખ્ય અગરિયાઓએ આર્થિક નુકસાની વહોરવી પડી 
  • 3 વર્ષમાં 11 વખત નર્મદાના પાણીથી રણ દરિયો

  કચ્છ/ સુરેન્દ્રનગર: કચ્છના ખારાઘોડા વિસ્તારમાં બજાણા વોકળામાંથી નર્મદા કેનાલનું પાણી રણમાં અંદાજે 20 કિ.મી.સુધી ફરી વળ્યું છે. જ્યારે ભરાડા વોંકળામાંથી અને સુલ્તાનપુરના તળાવમાંથી પણ નર્મદાનું ચિક્કાર પાણી વહીને દેગામ, શ્રીરામ અને સવલાસ મંડળી સુધી 15 કિમી અંદર, અગરિયાઓના પાટા સુધી પાણી પહોંચી જતાં અસંખ્ય અગરિયાઓએ આર્થિક નુકસાની વહોરવી પડી છે. બીજી તરફ, જેમના માટે આ પાણી હતું એ માળિયાવાસીઓએ તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. આ અંગે નર્મદા વિભાગના અધિકારીઓને પૂછતા તેઓ આ કેનાલનું પાણી ન હોવાનો જવાબ આપી તંત્રનો લૂલો બચાવ કરી લેતા હોય છે. છેલ્લાં 3 વર્ષમાં આ રીતે 11 વખત નર્મદાના પાણીથી રણ દરિયો બન્યું છે. 

  ડ્રોન તસવીર અને વીડિયો: મનીષ પારીક, પાટડી

  મીઠું કાઢતાં પહેલાં પાણી ફરી વળ્યું
  1.

  મારા પાટામાં મીઠાની પહેલી ક્રોપ પાકીને તૈયાર હતી અને પાટામાં પારા વાળવાના હતા. પણ એ પહેલાં તો મારી નગર સામે જ કેનાલનું પાણી ફરી વળતા મીઠું સંપૂર્ણપણે ધોવાઇ ગયું અને અમે પાયમાલ થઇ ગયા. 

  -  સોમાભાઇ પાડલિયા,અગરિયા,દેગામ મંડળી

  સોની મંડળીમાં પાણીની ભીતિ
  2.

  સોની મંડળી સુધી નર્મદાનાં પાણી પહોંચવાની તૈયારી થતા અમારા જીવ પણ પડીકે બંધાયા છે પરંતુ અમે લાચાર છીએ. 

  -  સહદેવભાઇ ઝીંઝુવાડીયા, અગરિયો,સોની મંડળી 

  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App