જીતુ વાઘાણી જે વોટ્સએપ ગૃપમાં છે તેવા ભાજપના ‘ગરજે ગુજરાત,વરસે કચ્છ' ગૃપમાં અશ્લિલ ફોટો વરસ્યા

DivyaBhaskar.com

Nov 29, 2018, 03:56 AM IST
Jitu Vaghani kutchh bjp abuse  photos

*ભાજપના ડઝન મહિલા અગ્રણી ધરાવતા વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા વાયરલ

ભુજઃ શિસ્તબદ્ધ પક્ષનું બ્યૂગલ ફૂંકતા કચ્છના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ડઝનેક થી વધુ મહિલાઓની હાજરીમાં નગ્ન તસવીરો પોસ્ટ થતા શિસ્તના લીરેલીરા ઉડ્યા હતા. 'ગરજે ગુજરાત,વરસે કચ્છ' નામના વોટ્સએપ ગ્રુપમાં બુધવારે કપડવંજના આચાર્ય-શિક્ષિકાના સાવ નગ્ન તસવીરો ખુલ્લે આમ ભાજપના એક સભ્યએ શેર કરી હતી. આ તસવીરો પોસ્ટ થતાં જ હાઇકમાન્ડે ગ્રુપ એડમીનને ધમકવતા પોસ્ટ કરનારને તરત ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.આ સાથે ચાર અન્ય સભ્યોને પણ તરત કાઢી મુકવામાં આવ્યા હતા.

વોટ્સએપ ગ્રુપમાં તાલુકાકક્ષાના નેતાઓથી લઈને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના લોકો સભ્ય છે. આ સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય વાસણ આહીર,મહામંત્રી વલમજી હુંબલ, દિલીપ ત્રિવેદી, બિપિન દવે સહિતના મોવડીઓ પણ આ ગ્રુપમાં જોડાયેલા છે. કચ્છ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, છાયાબેન ગઢવી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતિ પોકાર, ચંદ્રિકા લીંબાચીયા સહીત અગ્રણીઓની હાજરી વચ્ચે આ વર્ચ્યુઅલ નગ્નતાનો ખેલ સર્જાતા સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. હજુ આ ગ્રુપ ચાલુ છે, ત્યારે મોવડીઓ ક્યારે આવું 'અસંસ્કારી' ગ્રુપ છોડે છે એ જોવું રહ્યું. આ ગ્રુપમાં ભાજપના કાર્યકર્તાથી લઇ હાઇકમાન્ડ સુધીના 193 મેમ્બર છે.

મહિલા અગ્રણીઓને કોની શરમ નડી,એક પણ લેફ્ટ ન થઇ

વોટ્સએપ ગ્રુપમાં નગ્ન મહિલા અને આચાર્યની અંગતપળોનાં ફોટો જોયા બાદ એક પણ મહિલા અગ્રણી ગ્રુપ છોડી લેફ્ટ થઇ ન હતી. આશ્ચર્યની વાત છે કે, જયારે સરેઆમ સ્ત્રી ચારિત્ર હનનની આવી તસવીરો વાયરલ કરાતી હોય, ત્યારે સ્ટેજ પર મહિલા સશક્તિકરણની વાતો કરતી એ મહિલા અગ્રણીઓને ભાજપના કયા નેતાની શરમ નડી હશે કે ગ્રુપ ન છોડ્યું

‘મહેરબાની કરીને આવા મેસેજ નાખવા’

ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ધનજી ભુવા આ ગ્રુપના એડમીન છે, તેમણે ચાર સભ્યોને રિમૂવ કર્યા બાદ લખ્યું કે, ‘મહેરબાની કરીને આવા મેસેજ નાખવા, મજબૂર ન ડિલેટ કરવા માટે ફોન આવે છે ભાઈ’. સીધો મતલબ એમ થયો કે, આવા મેસેજ નાખવા અને મજબૂરન ડિલેટ કર્યા છે. બાકી તેમને રસ નથી. લ્યો બોલો !

ભાજપને SMS અહીં વાપરવા જોઈએ, માત્ર પ્રચારમાં નહિ

ભાજપના સોશ્યલ મીડિયાના વિદ્વાનો કચ્છમાં અમુક જ છે, જેની આખી ટીમ કોબા ગાંધીનગરમાં મળી છાસવારે એકત્રિત થઇ પ્રદેશ મોવડી મંડળ સાથે વિચારો શેર કરે છે. તેઓને ભાજપના પ્રદેશ કક્ષાએથી સોશ્યલ મીડિયા સોલ્જર નામ અપાયું છે. આવા SMS ને કચ્છ ભાજપે અહીં ઉપયોગ કરવો જોઈએ, ન માત્ર રીટ્વીટ અને શેર કરવામાં ! જેથી પક્ષની આબરૂ બચાવી શકાય.

X
Jitu Vaghani kutchh bjp abuse  photos
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી