તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક તરીકે નોકરી દેખાડીને યેનકેન પ્રકારણે સતત ગેરહાજર રહેતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષક તરીકે નોકરી દેખાડીને યેનકેન પ્રકારણે સતત ગેરહાજર રહેતા પ્રાથમિક શિક્ષકો સામે હવે પગલાં તોળાઇ રહ્યા છે. રાજ્યકક્ષાઅેથી જ્યાં અાવા કાૈભાંડો થઇ રહ્યા છે અેવા કચ્છ સહિતના જિલ્લાઅોમાંથી સતત બે મહિનાથી ગેરહાજર રહેલા શિક્ષકોની વિગત માંગવામાં અાવી છે. જો અા કાૈભાંડ પર અાકરા પગલાં લેવામાં અાવે તો અનેક અધિકારીઅોની બેઠી અાવકમાં ધરખમ કાપ મૂકાઇ જવાની શક્યતા શિક્ષણ જગત સાથે સંકળાયેલઅો વ્યક્ત કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકે કચ્છ સહિતના કેટલાક જિલ્લાઅોના પ્રાથમિક શિક્ષણાધિકારીઅો પાસેથી અા સંદર્ભે અહેવાલ મંગાવ્યા છે. સૂત્રોના કહેવા મુજબ જો અા બાબતે સાચો અહેવાલ તૈયાર થાય અને પગલાં લેવામાં અાવે તો અનેક શિક્ષકોની નોકરી ખતરામાં મુકાઇ જાય તથા કેટલાક અધિકારીઅોની બેઠી અાવક જોખમમાં મુકાઇ જાય.

અા અંગે સિલસિલાબંધ માહિતી અાપતા સુત્રોઅે જણાવ્યું હતું કે કેટલાક શિક્ષકો કે જે મોટે ભાગે બન્ની પચ્છમ, રાપર અને ભચાઉના અાંતરિયાળ ગામોમાં સત્તાવાર રીતે નોકરી કરે છે. જોકે, નોકરીમાં હાજર રહેતા નથી. ઉપરના અધિકારી સચવાઇ જાય છે અને કાૈભાંડ ચાલતું જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...