તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News With The Amendment A New E Filing Form By The Tax Department Has Been Put On The Portal 061021

સુધારા સાથે ટેક્સ વિભાગ દ્વારા નવું ઇ-ફિલિંગ ફોર્મ પોર્ટલ પર મૂકવામાં અાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન ફાઇલ કરવા માટે ઇ-ફિલિંગ ફોર્મ ભરવાનું હોય છે.નાણાકિય વર્ષ 2019-2020 માટે અાઇ.ટી.અાર ફોર્મને વધુ સરળ બનાવીને ઓનલાઇન મૂકવામાં અાવ્યાં છે.લાંબા ગાળાથી ફોર્મમાં સુધારા કરવા અંગે રજૂઅાત કરવામાં અાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવા નાણાકિય વર્ષ માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની ઇ-ફિલિંગ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં અાવી છે.જેમાં નવા ફોર્મમાં અાઇ.ટી.અાર ફોર્મમાં ફોર્મ દીઠ જરૂરી સુધારાવધારા કરવામાં અાવ્યા છે.અાઇ.ટી.અાર-1 ફોર્મમાં ટેક્સ અંગેની છૂટ, અાવકનો સોર્સ અને પેન્શન અંગેની વિગતો ઉમેરાઇ, અાઇ.ટી.અાર-2 રહેણાક સ્ટેટસની વિગત, ડાઇરેક્ટરશિપ અંગેની વિગતો, ટેક્સ છૂટ અંગેનું ડિસ્ક્લોઝર, અાઇ.ટી.અાર-3 પાર્ટનરશિપ ફર્મ, ટેક્સ છૂટ,રેસિડેન્શિયલ સ્ટેટસ, ડાઇરેક્ટરશિપની વિગતો ઉમેરાઇ, અાઇ.ટી.અાર-4માં અાર્થિક વિગતો ઉમેરાઇ,અાઇ.ટી.અાર-5 માં સ્ટાર્ટઅપની વિગતો ઉમેરવામાં અાવી, અાઇ.ટી.અાર-6માં જી.એસ.ટી ની વિગતો સંબંધિત સુધારાવધારા કરવામાં અાવ્યા છે.અાઇ.ટી.અાર- 5,6,7 ફોર્મમાં વિદેશી પ્રોપર્ટી અંગેની વિગતો સંબંઘિત સુધારા કરાયા છે.નિષ્ણાતના મતે ફોર્મ સરળ કરવાને કારણે અાગામી દિવસોમાં રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહેશે.અગાઉ સુધારા કરવા માટે અનેક માંગ કરવામાં અાવી હતી જેને નવા ફોર્મમાં સમાવવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...