તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહિંસરા કેરા માર્ગે દારૂની 7 બોટલ સાથે 1 શખ્સ જબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના દહિંસરા ગામથી કેરા ગામ તરફ જતા માર્ગ પરથી માનકુવા પોલીસે બાતમીના અાધારે કેરા ગામના વયસ્કને વિદેશી શરાબની બોટલ નંગ 7 કિંમત 2,450 તથા અેકટીવા સાથે પકડી પાડ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં કેરા દહિંસરા રોડ પર પોલીસે બાતમીના અાધારે પીયાવા વિસ્તાર કેરા ગામે રહેતા દેવજીભાઇ શીવજીભાઇ વેકરીયા (ઉ.વ.60)ને ઝડપી પાડ્યો હતો. અારોપીના કબજામાં રહેલી અેક્ટીવા કિંમત 15 હજાર અને ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ 7 સહિત 17,450નો મુદામાલ કબજે કરી અારોપી વિરૂધ પ્રોહીબીશનનો ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...