ઘરની બહાર કેમ ફરે છે ? કહી જાતી અપમાનિત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કુકમા ગામે રહેતા રમેશભાઇ લોંચાભાઇ મારવાડાએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ આશાપુરા કંપનીમાં મજુરી કામ કરે છે અને પગાર માટે શેઠ ધીરજભાઇને ફોન કરતા તેમણે એટીએમ માંથી નાણા ઉપાડીને આપશે તેવી વાત કરી હતી. રમેશભાઇએ પોતાના પુત્રને ધીરજભાઇ પાસે પગાર લેવા માટે ઘરેથી મોકલ્યા હતા. થોડીવારમાં જ પુત્ર રડતો રડતો પરત ઘરે આવ્યો હતો, તેને પુછતા કહ્યું કે, ગામમાં રહેતા દેવશી રવા રબારીએ કેમ બહાર નીકળ્યો છો ? તેમ કહી ધકબુસટનો માર મારી જાતી અપમાનિત કર્યો હતો. જે બાદ પિતાએ સમાધાન માટે દેવશીના ઘરે ગયા હતા. ત્યારે દેવશીએ પિતા-પુત્ર બંને સાથે તોછડાઇ ભર્યુ વર્તન કરી જાતીઅપમાનિત કરતા શબ્દો બોલતા ફોજદારી નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...