તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં અૈતિહાસિક સ્થળોની જાળવણી કયારે થશે ?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ | જિલ્લામાં અાવેલા અૈતિહાસિક સ્થળોની જાળવણીના અભાવે સહેલાણીઅોમાં કચ્છ વિષયક ખોટી છાપ ઉભી થાય છે. અાવા સ્થળોની જાળવણી માટે કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા કલેક્ટરને અાવેદનપત્ર પાઠવાયું હતું. ભુજમાં ગુજરાત પુરાતત્વીય અધિકારી કચ્છ વર્તુળ કચેરી હતી, જે હાલે લાંબા સમયથી બંધ હાલતમાં છે. જિલ્લામાં કેરા શિવ મંદિર, પુંઅરેશ્વર મહાદેવ મંદિર, અંજાર ભરેશ્વર મહાદેવ મંદિર, ભુજનો રામકુંડ સહિતના વિવિધ અૈતિહાસિક સ્થળોની જાળવણી ન કરાતાં, કચ્છનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ લાંબા ગાળે અસ્ત પામે તેવી સ્થિતિ સર્જાઇ છે. માંડવી બીચ અને ધોરડોના સફેદ રણનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થતાં દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઅો કચ્છ અાવી રહ્યા છે. માંડવી અને ધોરડોની મુલાકાતે અાવતા પ્રવાસીઅો જિલ્લાના જુદા-જુદા અૈતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેવાનું ચુકતા નથી. અાવા સ્થળોની જાળવણીના અભાવે સહેલાણીઅો અૈતિહાસિક સ્થળો અને કચ્છ વિશે ખોટી છાપ લઇ જાય છે. જિલ્લાના પુરાતત્વીય સ્થળોની યોગ્ય રીતે જાળવણી, વિકાસ થાય તે અંગે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, ઉપપ્રમુખ શંભુભાઇ જોષી અને મહામંત્રી પ્રમોદ જેઠીઅે કચ્છ કલેક્ટરને અાવેદનપત્ર પાઠવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો