તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Western Disturbance And Upper Upper Cyclonic Circulation In Rajasthan 061039

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલાં અપરઅેર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલાં અપરઅેર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં ધુળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો વડોદરા સિવાય રાજ્યનાં તમામ શહેરોમાં 40.0 ડિગ્રીથી નીચે નોંધાતા ગરમીમાં ઘટાડો થયો હતો. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે વડોદરા સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી બે દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ, ...અનુસંધાન પાના નં. 11

સોમવારે અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ સર્જાયું હતું. પરંતુ, બપોર પછી વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધ્યું હતું. જેને કારણે અેક જ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 3.7 ડિગ્રી ગગડીને 38.5 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં ગરમી ઘટી હતી પણ બફારાનું પ્રમાણ વધ્યું હતું.

જ્યારે વાદળિયા વાતાવરણ વચ્ચે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાતાં ગરમી ઘટી હતી. આગામી બે દિવસોમાં રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, તાપી, નવસારી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...