તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Water Going On Duty Near The Border Of Kachchh Between The Uneven Condition 060639

વિષમ પરિસ્થિતી વચ્ચે કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનો પાણીની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિષમ પરિસ્થિતી વચ્ચે કચ્છ સરહદે ફરજ બજાવતા જવાનો પાણીની સમસ્યાથી હરહંમેશ ઝૂઝતા રહ્યા છે. જોકે હવે અા સમસ્યા ભુતકાળ બને તેવી સાનુકુળ સ્થિતી નિર્માણ પામી છે. હા કચ્છ સરહદના અાખરી પિલર 1175 સુધી અાવેલ બીઅેસઅેફના કેમ્પ સુધી માસાંતે અેટલે કે અેપ્રિલના અંત સુધી પાણી પહોચતું થઇ જશે તેવો અાશાવાદ પાણી પુરવઠા વિભાગના સુત્રોઅે વ્યકત કર્યો છે.

લખપતથી 24 કિલોમિટરનું પાઇપલાઇન નેટવર્ક બિછાવી પિલર નંબર સુધી પાણી વેળાસર પહોંચતું થાય તે પ્રકારના સક્રિય પ્રયાસો પાણી પુરવઠા વિભાગે અાદર્યા છે. 24 પૈકી 15 કિલોમિટરના પાઇપલાઇન નેટવર્કમાં ટેસ્ટીંગ સહિતની કામગીરી પણ અાટોપી લેવાઇ છે. હાલ પાણી પુરવઠા વિભાગની ટુકડીઅો યુધ્ધના ધોરણે અા કાર્ય પુર્ણ કરવામા લાગી ગઇ છે. અત્યાર સુધી અહી ફરજ બજાવતા જવાનોને ટેન્કર મારફત પાણી પહોંચતું હતું. પણ હવે પાઇપલાઇન મારફત પાણી મળવાનું શરૂ થશે ...અનુસંધાન પાનાનં.6

પણ હવે પાઇપલાઇન મારફત પાણી મળવાનું શરૂ થશે તો જળ સમસ્યા બાબતે તેમને જે હાલાકીનો સામનો કરવો પડે છે તેનો લગભગ અંત અાવી જશે. મંગળવારે કચ્છ અાવેલા કેન્દ્નના ગૃહ વિભાગના અગ્રસચીવ અને રાજયના પાણી પુરવઠા વિભાગના અધિકારીઅોઅે પણ અા મુદે સમીક્ષા કરી હતી.

તો જળ સમસ્યા બાબતે તેમને જે હાલાકીનો સામનો કરવો પડે છે તેનો લગભગ અંત અાવી જશે. મંગળવારે કચ્છ અાવેલા કેન્દ્નના ગૃહ વિભાગના અગ્રસચીવ અને રાજયના પાણી પુરવઠા વિભાગના અધિકારીઅોઅે પણ અા મુદે સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...