તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીની કોલેજમાં અેનઅેનઅેસ યુનીટ દ્વારા મતદાન જાગૃતી ફેલાવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માંડવીની શેઠ શૂરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અેનઅેસઅેસ યુનીટ દ્વારા મતદાન જાગૃતી અંગેનો કાર્યક્રમ યોજાયું હતું. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને નવા ચૂંટણી કાર્ડ બનાવવા અને જુનાચુંટણી કાર્ડમાં સુધારા વધારા કરાવવા અંગેનું માર્ગદર્શન અને દિશા નિર્દેશ કરવા માટે માંડવી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર તુષાર વ્યાસ અને મુન્દ્રા નાયબ કલેકટરને ખાતેથી નાયબ મામલતદાર રાજેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રો. ડો. સુમિત્રાબેન પટેલ દ્વારા સ્વાગત વિધિ કરવામાં અાવી હતી. રાજેશ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન અંગેની અન્ય અનેકમાહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. કાર્યક્રમનો લાભ લેવા બહોળા સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. અંતમાં પ્રો. ડો. કે. કે. વણકર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તમામ કાર્યક્રમ એનઅેનએસ યુનિટ કોર્ડીનેટર રામભાઈ ગઢવી તથા દીપકભાઈ મહેશ્વરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આચાર્ય ડો. મહેશકુમાર એમ. બારડ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો