તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજની સંસ્કાર સ્કુલમાં વિવેકાનંદ જયંતિએ જ્ઞાનોત્સવ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | ભારતના અાધ્યાત્મિક સંત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના ઉપલક્ષમાં છેલ્લા 10 વર્ષોથી સંસ્કાર સ્કુલ દ્વારા વિદ્યાર્થીઅોમાં પુસ્તકો પ્રત્યેની રુચિ અને વાંચનની ટેવ પાડવાના ઉદેશથી પુસ્તક પ્રદર્શન સહ વેચાણનો અનોખો કાર્યક્રમ ‘ જ્ઞાનોત્સવ’ ભુજ શહેરની સરપટનાકા પર અાવેલી સરકારી શાળાની 50 વિદ્યાર્થીઅો, સંસ્કાર સ્કુલના વર્ગ પ્રતિનિધિઅો, સ્ટાફમિત્રોની હાજરીમાં શાળાનાં ડાયરેક્ટર કૃપા કારીઅા દ્વારા ખુલ્લો મુકવામાં અાવ્યો. સંસ્કાર સ્કુલના અાચાર્ય વિરાજ બારોટનાં જણાવ્યા મુજબ શાળા તેની પ્રત્યેક પ્રવૃતિની શરૂઅાત અેક ઉમદા અને નવતર પહેલથી કરે છે, તે અંતર્ગત અાજ રોજ સંસ્કાર સ્કુલ દ્વારા સરપટનાકાની સરકારી શાળાની 50 બાળાઅોને પુસ્તક પ્રદર્શનના ઉદઘાટનમાં સહભાગી બનાવી પ્રત્યેકને શાળા પરિવાર તરફથી પુસ્તક ભેટ અાપી તેઅોને અાવકાર સહ સન્માનવામાં અાવ્યા. અા નવતર પ્રયોગ સ્કુલમાં હાજર સાૈ વિદ્યાર્થીઅો તેમજ સ્ટાફગળમિત્રોનાં હદયને સ્પર્શી જતાં તેમણે વધાવી લીધેલ હતા. પુસ્તક પસંદગીના કાર્યમાં અાચાર્ય વિરાજ બારોટ, જગદીશ બાટુ, અર્જુન ભરાડાનો સહયોગ સાપડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો