તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેદાંત ભારતી બેંગ્લોરની રાષ્ટ્રીય કક્ષાની બેઠક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ | વેદાંત ભારતી બેંગ્લોર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સન્યાસીઓની બેઠક તા.14 અને 15મી માર્ચના યોજાઈ હતી. જેમાં કચ્છમાંથી આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજના આચાર્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શંકરાચાર્યના સનાતન સંસ્કૃતિના ઉપદેશને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે 28મી એપ્રિલના ભારતમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત મધ્યપ્રદેશમાં યોજાયેલી એકાત્મયાત્રા જેવી યાત્રા સમગ્ર દેશમાં કાઢવામાં આવશે. આ યાત્રા કાલડી(કેરળ)થી કેદારનાથ સુધી પસાર થશે. આ યાત્રાનું કચ્છ જિલ્લામાં સંચાલન સ્વામી પ્રદીપ્તાનંદ કરશે. સનાતન સંસ્કૃતિના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું કામ આ યાત્રા દ્વારા કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...