તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 ગામના 524 કુટુંબો આયુષ્યમાન કાર્ડ માટે માન્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી.કે.જનરલ અને અદાણી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે દેશના આરોગ્યની લાઇફ્લાઇન સમાન આયુષ્યમાન યોજનાને એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભુજ, અબડાસા અને મુન્દ્રા વિસ્તારના ૧૧ ગામોમાં યોજાયેલા આયુષ્યમાન કાર્ડ નોંધણી કાર્યક્રમમાં જરૂરીયાતમંદ ૫૨૪ કુટુંબોનાં આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન થતા તેમને અર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ ભુજનાં લોરિયામાં ૪૬, રુદ્રમાતામાં ૫૭, નાગોરમાં ૨૮ જુરામાં ૮૬, માનકુવામાં ૨૩, ઝીકણીમાં ૨૯ અને સ્થાનિકે ભુજમાં ૪૭ આયુષ્માન કાર્ડ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જયારે અબડાસાના બીટ્ટામાં ૩૮ અને મુન્દ્રાના ટોડામાં ૬૦, વિરાણીયામાં ૬૦ અને મુન્દ્રાના સુખપરવાસમાં ૪૨ કુટુંબો આયુષ્યમાન કાર્ડ માટે માન્ય રહ્યા હતા. ફાઉન્ડેશનનાં ભુજ સ્થિત મેનેજર કિશોરભાઈ ચાવડાનાં વડપણ હેઠળ આ ગામોમાં ૧૧ ટીમ દ્વારા કામગીરી સંભાળવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...