તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Two Female Voters After Every Male In The Polling Booth Have Their Entrance 060639

મતદાન મથકમાં અેક પુરુષ પછી 2 મહિલા મતદારને પ્રવેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારોને અનુસરવા માટે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહને કેટલીક માર્ગદર્શીકા સાથેનું જાહેરનામું બહાર પાડયું છે. મતદાન મથકમાં એક પુરુષ મતદાર પછી બે સ્ત્રી મતદારને પ્રવેશ અાપવામાં અાવશે. મતદારે પોતાનો મત આપ્યા પછી તુરત જ મતદાન મથકનો વિસ્તાર છોડીને ચાલ્યા જવાનું રહેશે.

આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ જિલ્લાભરમાં પોલીટીકલ નેચરવાળા બલ્ક એસ.એમ.એસ.ના ટ્રાન્સમીશન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પણ બહાર પાડવામાં અાવ્યું છે. આ જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ આગામી તા. 21-4-2019 ના રોજ સાંજના 6.00 કલાક થી તા. 23-4-2019ના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇપણ વ્યક્તિને પોલીટીકલ નેચરવાળા બલ્ક એસ.એમ.એસ. મોકલી શકશે નહીં.

તો મતદાનના દિવસે કોઇપણ ઉમેદવાર તેમના લોકસભા મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના ચૂંટણી એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓમાટે વાપરી શકશે અને આ વાહનોની પૂર્વ મંજૂરી ચૂંટણી અધિકારી પાસેથી મેળવવાની રહેશે. વાહનોમાં ડ્રાયવર સહિત પાંચવ્યક્તિથી વધુ બેસી શકશે નહીં તેમજ ઉમેદવાર અથવા એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનોઉપયોગ બીજી કોઇ વ્યકિત દ્વારા કરી શકાશે નહી.

અેજ રીતે મતદાન મથકથી 200 મિટરની ત્રિજયામાં રાજકી્ય પક્ષનો પ્રચાર કરતી બાબતો પ્રદર્શીત ન કરવા સાથે મતદાન કરવા અાવેલ કોઇ પણ લોભ પ્રલોભન કે ધમકી અાપનાર સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...