તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Bhuj News Tue Rs 46 Crore Surplus Budget Approved In The General Meeting Of Pa 021127

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તા. પં.ની સામાન્ય સભામાં 46 કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી નાણાકીય વર્ષ 2019-20 નું બજેટ રજૂ કરવા માટે તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી.જેમાં 46 કરોડ અને 24 લાખની પુરાતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

બુધવારે સવારે તાલુકા પંચાયતના મધ્યસ્થ ખંડમાં પ્રમુખ હરીશ ભંડેરીના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ગત મિટિંગની મિનિટનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજુ કરાયું હતું. જે અંતર્ગત 46 કરોડ,24 લાખ અને 37 હજારની પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયું હતું. આ ઉપરાંત ભુજ તાલુકાના નાની દદ્ધર ગામમાંથી મોટી દદ્ધરને પંચાયત નિમવામાં આવી અને તેને સર્વાનુમત્તે બહાલી અપાઈ હતી.ખાસ સામાન્ય સભા શરૂ થઇ તે પહેલાં પુલવામા એટેકમાં શહીદ થયેલા સેનાના જવાનોને તેમજ કચેરીના ડ્રાઈવર રામજીભાઇ આહિરના નિધનના શોકમાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. બજેટની ખાસ સામાન્ય સભામાં પ્રમુખ હરીશ ભંડેરી ઉપરાંત ઉપપ્રમુખ હિતેશ ખંડોર,તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભટ્ટી,વિરોધ પક્ષના નેતા જુમાભાઈ,સર્કલ રાણાભાઈ, વર્ષાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સામાન્ય સભામાં થયેલા ઠરાવો રદ્દ કરો : વિપક્ષી નેતા
ભુજ | ભુજ તાલુકા પંચાયતની તાજેતરમાં મળેલી બજેટ અંગેની સામાન્ય સભા બાબતે મોડેથી જાણ કરવાની સાથે વિશ્વાસમાં લીધા વિના ઠરાવો પસાર કરાયા છે તેવો આક્ષેપ કરતાં વિપક્ષના નેતા અને ઉપનેતાએ તમામ ઠરાવો રદ્દ કરાય તેવી માગ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી.

બુધવારે તા. 27/2ના યોજાયેલી સામન્યસભાની જાણ બેઠકની આગલી સાંજે એટલે કે તા. 26/2ના કરાઇ હતી. નિયમ મુજબ બેઠક યોજાવાના 10 દિવસ અગાઉ જાણ કરાવની હોય છે પણ ઇરાદા પૂર્વક મોડી જાણ કરાઇ હોવાનો આક્ષેપ કરતાં વિપક્ષી નેતા જુમા હાજીમામદ અલી સમા અને ઉપનેતા રાજેશ નારાણ ખુંગલાએ ઉમેર્યું હતું કે,રેકર્ડ પર તા. 16/2ના નોંધાયું છે જ્યારે તા. 19/2ના જાવક નં. 672 અને 673 સાથે રજીસ્ટર્ડ એડીથી પત્ર રવાના કરાયા હોવાનું નોંધાયું છે. વાસ્તવમાં તેમ ન કરીને સભાની આગલી સાંજે તા. 26/2ના સામાન્ય સભાની જાણ કરતા પત્ર પહોંચાડાયા છે. બજેટ જેવી અગત્યની બેઠકથી દૂર રાખવાના ઇરાદા સાથે ચર્ચામાં ભાગ ન લઇ શકાય તેવા આશયથી મોડે મોડે જાણ કરાઇ છે તેવો આક્ષેપ કરતાં વિપક્ષના નેતા અને ઉપનેતાએ ઉમેર્યું હતું કે, પાણી, શિક્ષણ તેમજ આરોગ્ય વિષયક પ્રશ્નો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરાય છે પણ કેટલાક રાજકીય અને સત્તા પક્ષના નેતાઓના દબાણને કારણે સમસ્યાઓનું નિરાકરણ લવાતું નથી.

નિયત સમય મર્યાદામાં જાણ કર્યા વિના બોલાવાયેલી સામાન્યસભામાં વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના ઠરાવો કરાયા છે તેને રદ્દ કરાય તેવી માગ વિપક્ષના બન્ને હોદ્દેદારોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો