ત્રિકમ આહિર બે વર્ષ માટે નવા પ્રમુખ વરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર |આજરોજ અંજાર આહીર બોર્ડિંગ મધ્યે કચ્છ આહીર મંડળની સામાન્ય સભા પ્રમુખ બાબુભાઇ ભીમભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વાર્ષિક હિસાબોનું વાંચન તેમજ નવા બાંધકામ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે કચ્છ આહીર મંડળના નવા હોદ્દેદારોની વરની પણ કરવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં આગામી 2 વર્ષના કાર્યકાળ માટે કચ્છ આહીર મંડળના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રિકામભાઈ વાસણભાઇ આહીરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ ધમાભાઈ ડાંગર, રમેશભાઈ સોરઠીયા, મંત્રી તરીકે મુળજીભાઈ મ્યાત્રા, સહમંત્રી કિરણભાઈ બોરીચા અને ખજાનચી તરીકે વાઘજીભાઈ છાંગાની વરની કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...