તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડની ધરા 3.2ના કંપનથી ધ્રુજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેક તરફ કચ્છમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. અા વરસાદી માહોલ વચ્ચે શનિવારે સવારે વાગડ ફોલ્ટ વધુ અેકવાર 3થી ઉપરની તિવ્રતાના કંપનથી ધ્રુજી ઉઠયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી જાણવા મળેલી વિગત અનુસાર શનિવારે સવારે 8 -07 કલાકે ભચાઉના જડસા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા અા કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 3.2ની અાંકવામાં અાવી હતી. અા કંપનની અનુભુતી રાબેતા મુજબ કેન્દ્રબિંદુ નજીકના વિસ્તારમાં અનુભવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...