માંડવીમાં પત્નિના વિયોગમાં પતિનો ફાંસો ખાઇ અાપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીના રામકૃષ્ણ હાઇસ્કુલની પાછળ રહેતા 65 વર્ષીય વયસ્કે બુધવારે બપોરે પત્નિના વિયોગમાં પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ અાપઘાત કરી લેતા પરિવારજનો અને સગા સબંધીઅોમાં ગમગીની છવાઇ જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અાત્મહત્યાનો બનાવ બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. માંડવી શહેરના રામકૃષ્ણ હાઇસ્કુલ પાછળ રહેતા જયેશભાઇ ખુશાલભાઇ સંઘવી પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ અાપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે મૃતકના ભાઇઅે માંડવી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી અાગળની તપાસ જશવંતભાઇ ગઢવીઅે હાથ ધરી છે. મૃતકના ભાઇઅે પોલીસને જણાવ્યું હતું કે, હતભાગી જયેશભાઇના પત્નિનું અઢી વર્ષ પૂર્વે મોત થયું હતું. અને તેમને સંતાનમાં અેક પુત્રી છે જે પરણાવી દિધી છે.

મૃતકના પત્નિનું મૃત્યું થયા બાદ જયેશાભઇ અેકલવાયું જીવન જીવતા હતા અને પીપર ચોકલેટ જેવી ચીજ વસ્તુઅોનો ગૃહઉદયોગ કરતા હતા. પત્નિના મોત પછી તેમને મનપર લાગી અાવ્યું હોવાથી પત્નિના વિયોગમાં રહીને જયેશભાઇઅે અાપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ અાપ્યું હતું. તો, અગાઉ પણ જયેશભાઇઅે અાત્મહત્યાની કોશીશ કરી હોવાનું અને તે વખતે તેઅો બચી ગયા હોવાનું પોલીસને મૃતકના ભાઇઅે જણાવ્યું હતું. હાલ પોલીસ બનાવની નોંધ લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...