તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Today39s Capricorn Revolution On The Eve Of The Eve People Rush To Buy 061607

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે મકર સંક્રાંતિ : પૂર્વ સંધ્યાએ ઠાર વચ્ચે લોકો ખરીદી માટે ઉમટયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણની ઉજવણી ત્યારે જ પૂરી કહેવાય કે, જ્યારે અગાસીના ધાબે ઘરના નાનાથી મોટા દરેક પતંગ ચગાવે અને બપોરે જમણમાં ઊંધિયું પીરસાય. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના ઉત્સવીય માહોલ હોય છે. નાના બાળકોથી લઈને વયસ્કો સુધીના બધા ઉત્સવ ઉજવે છે. ધાર્મિક રીતે દાન-પૂણ્યનું પણ વિશેષ મહત્વ છે. જોકે, આ વર્ષે તારીખ મુજબ 14 અને ધાર્મિક કાર્ય માટે 15 તારીખને મકર સંક્રાંતિ નિશ્ચિત થઇ છે. ભુજમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. માવઠું થવાથી ઠાર પણ વધ્યો હતો, તેની વચ્ચે પતંગ અને ફીરકીની ખરીદીમાં ગરમી દેખાઈ હતી. સંસ્થા અને ખાનગી સ્ટોલ્સ ઉપરાંત રોડસાઈડ વિક્રેતાના બાળકો પણ ધંધામાં જોડાયા હતા. તસવીરમાં ભાઈ-બહેન વેચાણ માટે રાખેલા બલૂન તરફ આશાભરી મીટ માંડી છે કે, આજના દિવસમાં બધા જ બલૂન વેચાઈ જાય. આકાશમાં ઉડવા મથતા બલૂન જ એમની બાળ રોજગારી છે. ભુજમાં સમી સાંજથી મોડી રાત્રી સુધી પતંગ,દોર,કેપ વગેરેની ખરીદી કરતા લોકો જોવા મળ્યા હતા. તસવીર : પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો