તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઇન ફ્લુના કેસમાં આજે એક જ દિવસમાં વધુ 3

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્વાઇન ફ્લુના કેસમાં આજે એક જ દિવસમાં વધુ 3 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યાં અનુસાર, વર્ષ 2019ના બે મહિનામાં જ સ્વાઇન ફ્લુના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 141 થઇ છે.

કચ્છમાં ઠંડીની વધઘટ અને વાતાવરણના પલટાને લઇને રોગચાળો વકર્યો છે. જીવલેણ સાબીત થઇ રહેલા સ્વાઇન ફ્લુના કેસમાં છેલ્લા 24 કલાકમાં જ કચ્છમાં નવા 3 કેસ નોંધાતા બે મહિનાના કુલ કેસની સંખ્યા 141 થઇ છે. જ્યારે આ બે મહિનામાં જ મોતનો આંક 9 થઇ ગયો છે. સ્વાઇન ફ્લુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. હેલ્થ વિભાગના જણાવ્યાં અનુસાર, તકેદારીના પગલા લેવાઇ રહ્યાં છે.

સ્વાઇન ફ્લુના કેસમાં સતત વધારા પાછળ વાતાવરણ જવાબદાર હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. મંગળવારે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો પારો ગગડ્યો હતો. જેથી ફરી આગામી 24થી 48 કલાકમાં સ્વાઇન ફ્લુના પોઝીટીવ કેસની સંખ્યા વધે તેવી આશંકા સાથે નાગરીકોને સતર્ક રહેવા અને જેમને શરદી-તાવ હોય તેમને તાત્કાલીક અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવી લેવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

કચ્છમાં આજે જે 3 નવા કેસ નોંધાયા તેમાં ગઢશીશા નવાવાસના ઉમિયાનગરના 40 વર્ષીય પુરૂષ, માંડવીના મસ્કા ચોકડીના 55 વર્ષીય પુરૂષ અને તે વિસ્તારની જ 55 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. ત્રણેયને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો