તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Tired Of Infiltrating From Kashmir Eye Of Cropcircle Now Security Is No Longer Bsf 061610

કાશ્મીરથી ઘુસણખોરીમાં થાકેલા પાક.ની નજર સિરક્રીક પર, હવે સુરક્ષાનું કામ માત્ર BSFનું નહીં રહે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન તરફથી સતત આતંકવાદીઓ મોકલવાના કાવતરાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સિરક્રીક સીમાની સુરક્ષા હવે સરકારની ઉચ્ચ પ્રાથમિકતામાં આવી ગઇ છે. આ વિસ્તારમાં સુરક્ષા કવચ વધારવામાં આવ્યા પછી બીએસએફને નેવી અને કોસ્ટગાર્ડના ટ્રેઇન્ડ જવાનોની મદદ પણ નજર રાખવા માટે મળી શકે છે. સરકાર એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે કે સિરક્રીક સીમાને માત્ર બીએસએફના ભરોસે ન મૂકવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા ક્ષેત્રથી જોડાયેલા નિષ્ણાતોના અનેક સૂચન સરકારને આ સંબંધમાં ...અનુસંધાન પાના નં. 7

મળ્યા છે. એના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.બોક્ષ : હે. બીએફએફને વધારે ક્ષમતાની જરૂર

સૂત્રોનું કહેવું છે કે સિરક્રીક સીમા પર પાકિસ્તાન તરફથી સુરક્ષા અને નજર રાખવાની જવાબદારી પાકિસ્તાન નેવી અને કોસ્ટગાર્ડ પાસે છે. પણ આપણે ત્યાં બીએસએફ પાસે જ નજર રાખવાની જવાબદારી છે. એક અધિકારીએ કહ્યું કે સરકારને આ સંબંધમાં પહેલા પણ સલાહ આપવામાં આવી હતી કે બીએસએફ સીમા પર એક લેંડ ગાર્ડિંગ ફોર્સ છે. સિરક્રીક વિસ્તાર સમુદ્રી વિસ્તાર જેવો છે. અહીં હરામી નાળાનું સ્વરૂપ મોસમ પ્રમાણે બદલી જાય છે. એવી સ્થિતિમાં બીએસએફની ક્ષમતા ક્યારે અપર્યાપ્ત લાગી શકે છે.

પાકિસ્તાનના કારસાને નિષ્ફળ બનાવવાની રણનીતિ
સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં સુરક્ષા દળોની ભારે તૈનાતીને કારણે પાકિસ્તાનની નજર હવે સિરક્રીક સીમા પર છે. અહીં તે આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરે એવી નક્કર બાતમી એજન્સીઓને મળી છે. તેને લીધે ઉચ્ચ સ્તરે સુરક્ષા સતર્કતા વધારવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સિરક્રીક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પાકિસ્તાનની ખાલી બોટ પકડાઇ હતી. તેનાથી એવી આશંકા પ્રવર્તી રહી છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં આતંકવાદીઓ મોકલવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારબાદ પાકિસ્તાની સાજિશને નિષ્ફળ બનાવવા માટે ઉચ્ચ સ્તરીય રણનીતિ પર ચર્ચા થઇ છે. સુરક્ષા વધારવા માટે અનેક પ્રકારના વિકલ્પો પર વિચારણા કરવામાં આવી છે.

નેવી, કોસ્ટગાર્ડની મદદ જરૂરી
પૂર્વ એડીજી પી કે મિશ્રાનું કહેવું છે કે સિરક્રીક વિસ્તારની જવાબદારી નૌસેના અને કોસ્ટગાર્ડને સોંપવી જોઇએ. બીએસએફને જ આ વિસ્તારમાં રાખવી હોય તો તેની ક્ષમતા વધે એવા ઉપકરણ આપવા જોઇએ. ચોમાસામાં કોઇ ઉપકરણ કારગર રહેતું નથી. તેથી આ વિસ્તાર અનગાર્ડેડ રહી જાય છે. સરકારે અહીં ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે. કારણ કે પાક.ની હિલચાલ ગંભીર સાજિશ તરફ ઇશારા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...