તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની બાતમીના મામલે 15થી 20 લોકોનો 3 શખસો પર હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારિયા-લાકડી કુહાડી જેવા મારક હથિયારથી હુમલો કરવા સાથે મકાન અને વાહનમાં તોડફોડ પણ કરી
ક્રાઇમ રિપોર્ટર.ભુજ

દારૂની બાતમી પોલીસને આપ્યાનો શક અને મનદુ:ખ રાખી 15થી 20 લોકોના ટોળાંએ નખત્રાણાના સુખપર રોહા ગામના 3 યુવકો પર મારક હથિયારથી જિવલેણ હુમલો કરતાં નાનકડા એવા ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ શનિવારની રાત્રે 9થી સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

નખત્રાણા પોલીસ મથકેથી મળેલ માહિતી અનુસાર જયંતી તમાચી કોલીવાલા નામના શખસ પર થોડા સમય પૂવર્ે થયેલ દારુના કેસની બાતમી આપ્યાનું મનદુ:ખ રાખી જયંતિ તમાચી કોલી, રાજેશ રમેશ કોલી, અરવિંદ શામત કોલી, મનજી ઓસમાણ કોલી,મિતેશ કારા કોલી અને રાણા તમાચી કોલી સહિત અન્ય 15થી 20 લોકોના ટોળાંએ વસંત બાબુલાલ ચાવડાને ઘરે જઇ ધાકધમકી કરવા સાથે કુહાડી અને લોખંડના પાઇપ જેવા હથિયાર વડે વસંત બાબુલાલ ચાવડા, પ્રકાશ બાબુલાલ ચાવડા અને શૈલેષ મનોજ ચાવડાને માર મારી અસ્થિભંગ સહિતની ઇજા પહોંચાડી હતી.

આટલેથી ન અટકતાં આ ટોળાંએ ઘરમાં પડેલ રાચરચીલાં ઉપરાંત ઘરની બહાર પાર્ક કરેલ વાહનોમાં પણ તોડફોડ કરી નુકશાની પહોંચાડી હતી. તમામ આરોપીઓ સામે રાયોટીંગ ઉપરાંત એટ્રોસીટી એકટ તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપસી પાડવા સહિતની તપાસનો દોર એસસીએસટી સેલ અને નખત્રાણા પોલીસે આગળ ધપાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો