તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News This Is The Folk Dance Of Mathura Who Went To Mathura With Krishna Later Connected With Navratri 061129

આ કૃષ્ણ સાથે મથુરા ગયેલા ગોવાળોનું લોકનૃત્ય છે, બાદમાં નવરાત્રિ સાથે જોડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપિલ તિવારીના જણાવ્યા પ્રમાણે

દેવી અનુષ્ઠાનમાં નૃત્યના કોઇ પ્રત્યક્ષ પ્રમાણ નથી મળતા. દેવી પૂજામાં અનુષ્ઠાન હોય છે, વ્રત હોય છે. કઠિન દિનચર્યા હોય છે. દાંડિયા, ગરબા જેવી લોકસંસ્કૃતિની પરંપરા તેની સાથે બાદમાં જોડાતી ગઇ. આ નૃત્યના મૂળ કૃષ્ણ સાથે જોડાયેલા છે. કૃષ્ણ જ્યારે જરાસંધના ડરથી મથુરા છોડીને દ્વારકા જતા રહ્યા હતા ત્યારે તેમની સાથે ગોવાળો પણ ગયા. તેમની પરંપરામાં હલ્દીરાસ કે હલ્દીરાશક નૃત્ય હતું, જે તેમની સાથે ગુજરાત પહોંચ્યું. સ્ત્રી-પુરુષો દ્વારા દાંડિયા વડે કરાતું આ નૃત્ય ભારતનું સૌથી પ્રાચીન નૃત્ય છે. આજે પણ કચ્છમાં માલધારીઓ દાંડિયા-રાસ રમે છે. પર્વતી કાળમાં હાથમાં દાંડિયા લઇને કરાતું આ નૃત્ય મહિલાઓ કરવા લાગી. તે ગરબા તરીકે ઓળખાયું અને બાદમાં નવરાત્રિની સંસ્કૃતિમાં પણ જોડાઇ ગયું. હવે તે વ્યાપક લોકસંસ્કૃતિ બની ગઇ છે. વિવિધ રાજ્યોમાં તે થાય છે. હવે તો નવરાત્રિના મુખ્ય અંગની જેમ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...