તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમયોગી યોજનામાં નિવૃતી સમયે 3 હજાર પેન્શન મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના માટે ભુજની પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી મધ્યે ડ્રાઇવર વર્ગ અને કામદારોને બોલાવી આ પેન્શન યોજના અંગે માહિતગાર કરાયા હતા. 18 થી 40 વર્ષ સુધીના અને 15000 થી ઓછી માસીક આવક ધરાવનારા આ યોજનાનો લાભ લઇ શકશે.

આ અંગે વધુ માહિતી આપતા આરટીઓ દીલીપ યાદવે જણાવ્યું હતું કે, 18થી 40 વર્ષ અને 15000થી ઓછી માસીક આવક ધરાવતા શ્રમજીવી જેવા કે શેરી ફેરીયા, મજુર વર્ગ, ડ્રાઇવર વર્ગ આ યોજનાનો લાભ લઇ શકશે. સરકાર દ્વારા નક્કી કરાયેલી ચોક્કસ રકમ તેમને દર મહિને જમા કરાવવાની રહેશે જયારે સરકાર પણ એટલા જ પૈસા નાખશે. લાભાર્થીને 60 વર્ષ થયા બાદ નિવૃતી વય સમયે સરકાર દ્વારા દર મહિને 3000 પેન્શન આપવામાં આવશે.

ડ્રાઇવર અને શ્રમીક વર્ગ આ યોજનાનો લાભ લે તે માટે અપીલ કરી હતી. આ પ્રસંગે મેહુલ ગજ્જર, મહેશ અનમ, કેતન ધોળકીયા, બાંભણીયા સહિતના ઉપસ્થિત રહી ડ્રાઇવરોને યોજના અંગે માહિતગાર કર્યા હતા.

નખત્રાણામાં પ્રાંત અધિકારીએ તલાટી-સરપંચોને પેન્શન યોજનાની માહિતી આપી, લાભ અપાવવા સૂચના આપી
નખત્રાણા : છેવાડાના લોકો સુધી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ પહોંચે તે માટે નખત્રાણામાં પ્રાંત અધિકારીએ વ્યાપારી મંડળ હોલ ખાતે વિગતવાર માહિતી આપી હત. 15000થી ઓછી આવક ધરાવતા શ્રમજીવીઓને નિવૃતી સમયે પેન્શન મળે તે માટે 18થી 40 વયના શ્રમીકોને યોજનાનો લાભ અપાવવા માટે આંગણવાડી સંચાલકો, તલાટી, સરપંચો, ગ્રામસેવકો, પ્રતિનિધિઓ સહિતનાને સૂચના આપી હતી. આ પ્રસંગે પ્રાંત જી. કે. રાઠોડ, તા.પં. પ્રમુખ નયના પટેલ,મામલતદાર ઠક્કર, ટીડીઓ રાઠોડ, જિ.પં. સદસ્ય વસંત વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો