તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News There Is Still No Speculation About The Missing Sailor Who Was Missing The Baggage 060550

બાર્જ ડુબતાં લાપતા બનેલા ખલાસીની હજુ પણ ભાળ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્કયુલેશનની અસર હેઠળ રવિવાર મધરાતથી વાતાવરણમાં પલટો અાવ્યા બાદ વેગીલો વાયરો ફુંકાવવા સાથે દરિયામાં ઉંચા મોજાં ઉછળ્યા હતા. પલટાયેલા હવામાનના કારણે જખાૈ પાસે અેક બાર્જે જળસમાધી લઇ લીધી હતી. અા ઘટનામાં કોસ્ટગાર્ડે 7 ખલાસીઅોને તો બચાવી લીધા હતા પણ અેક ખલાસી લાપતા થયો હતો.ત્યારે લાપતા થયેલ અા ખલાસીની 4 દિવસ પછી પણ કોઇ ભાળ મળી ન હોવાનું સતાવાર રીતે જાણવા મળ્યું છે.

લાપતા થયેલ ખલાસીની શોધખોળ માટે કોસ્ટગાર્ડ સહિતની અેજન્સીઅો કામે લાગેલી છે પણ તેમને હજુ સુધી કોઇ ધારી સફળતા મળી નથી. કેટલાક સુત્રો અેવું પણ માની રહ્યા છે કે બાર્જની જળસમાધી સાથે લાપતા લાલબહાદુર નામનો ખલાસી બાર્જ નીચે જ કયાંક ફસાઇ મોતને ભેટયો હશે. જોકે તેનો મૃતદેહ હજુ સુધી જખાૈ કે તેની અાસપાસના દરિયાઇ વિસ્તારમાંથી હાથ ન લાગ્યો ન હોવાથી અેજન્સીઅોઅે પોતાની શોધખોળ જારી રાખી છે.

જામનગરની શીપીંગ કંપનીઅે લીઝ પર લીધેલું અા બાર્જ ડુબી ગયા બાદ તેમાંથી નમક ઉપરાંત હજારો લિટર અોઇલ ઢોળાઇને સમુદ્રમાં ફેલાઇ જતાં દરિયાઇ જિવસૃષ્ટિ સામે મોટો ખતરો ઉભો થયો છે. જખાૈ માછીમાર અેસોસિઅેશનના પ્રમુખ અબ્દુ્લલાશા પીરઝાદાઅે અા બાબતે ઉચ્ચસ્તરે રજુઅાત કરી પ્રદુષણ ફેલાતું અટકાવવા માટે માંગણી કરી છે. વધુમાં અાખીય ઘટના કઇ રીતે ઘટે તે બાબતની નિષ્પક્ષ તપાસ કરવાનીય માંગણી મુકી છે.

અન્ય સમાચારો પણ છે...