તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણમાં તો અેક પણ ગામ બાકી નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાં અનેક ગામોમાં વ્યાપક દબાણો થયાં છે. ગ્રામ પંચાયતોની મીઠી નજર, રાજકીય શામેલગીરી અને માથાભારે તત્વોના કારણે અા દબાણો બેફામ બન્યા છે. ત્યારે સરકારી ચોપડે કચ્છના 18 ગામોમાં ગાૈચર જમીનો પર દબાણો હોવાનું સ્વિકારાયું છે. તેમ છતાં કોર્ટ મેટર સહિતના કિસ્સાઅોના કારણે અા દબાણો હટાવી શકાતા નથી.

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં દબાણકારો બેફામ બન્યા છે. જિલ્લાનો અેક પણ ખુણો હાલ દબાણ મુક્ત નથી. સરકારી જમીનો, ખરાબાની જમીનો તથા ગાૈચર જમીનો પર પણ વ્યાપક દબાણો છે. તાજેતરમાં સરકારે રજૂ કરેલા

...અનુસંધાન પાનાનં.2

અાંડા પ્રમાણે જિલ્લાના કુલ 18 ગામોમાં ગાૈચર જમીનો પર દબાણો છે ! અા દબાણોમાં ખેતિ વિષયક અને કાચા-પાકા મકાનોનો સમાવેશ થાય છે. પંચાયત દ્વારા અનેક માથાભારે અને રાજકીય વગ ધરાવતા દબાણકારો હોવાથી તેને દૂર કરાઇ શકાતા નથી. પરંતુ ત્યારબાદ તાલુકા પંચાયત અને અન્ય સરકારી વિભાગો દ્વારા પણ પગલા લેવાતા નથી. અા દબાણો ન હટાવવા પાછળ સરકાર જુદા-જુદા કારણો અાપી રહી છે. જેમાં ન્યાયિક પ્રક્રિયા પડતર અને જમીન માપણીની કાર્યવાહી બાકી હોવાથી અા દબાણોનો કોઇ હલ કરાતો નથી. જેના પગલે દબાણ માફિયાઅોને ફાયદો થઇ રહ્યો છે.

ગ્રામ પંચાયત દબાણ ન હટાવે તો ?

કચ્છમાં મોટાભાગે દબાણકારોને રાજકીય પક્ષોનું પીઠબળ હોય છે. તો કેટલાક દબાણકારો માથાભારે હોય છે. તેમાં ગ્રામ પંચાયતના પણ કેટલાક સભ્યોની મીઠીનજર હોય છે. તેવામાં જો ગ્રામ પંચાયત દબાણ ન હટાવી શકે તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 150(7) હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા અા દબાણ હટાવવા જોઇઅે.

તો બીજીબાજુ સરકારી જમીન પર પણ વ્યાપક દબાણો છે. કચ્છનો ભાગ્યે જ કોઇ ગામ કે શહેર હશે કે જ્યાં સરકારી જમીન પર દબાણ નહીં હોય ! મામલતદાર કચેરીઅોમાં દબાણ ના. મામલતદારની પોસ્ટ હોવા છતાં કોઇ પગલા ભરવામાં અાવી રહ્યાં નથી. અનેક કિસ્સાઅોમાં તો પીજીવીસીઅેલની કામગીરી પણ શંકાના દાયરામાં છે.

કચ્છમાં 18 ગામોમાં ગાૈચર જમીન પર દબાણો હોવાનું સરકારે પણ સ્વીકાર્યું
અા તાલુકાના ગામોમાં દબાણ

તાલુકો દબાણવાળા ગામો

ભુજ 4

માંડવી 6

ગાંધીધામ 3

રાપર 1

અબડાસા 2

લખપત 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો