તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં 18 નિવૃત્ત શિક્ષકોનું સામુહિક અભિવાદન કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના ઉપક્રમે વયમર્યાદાના કારણે તથા સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થતા તાલુકાના 18 જેટલા પ્રાથમિક શિક્ષકોનો નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો.

મહેશ પરમાર, હરિસિંહ જાડેજા, હરિભા સોઢા, ભૂપેશ ગોસ્વામી સહિતના હસ્તે દિપપ્રાગટ્યથી આરંભાયેલા કાર્યક્રમમાં પ્રારંભે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. તાજેતરમાં જિલ્લા પંચાયત દ્વારા પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકો પરેશ ગુજરાતી, મીનાબેન ભાનુશાલી ઉપરાંત શ્રેષ્ઠ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોહન ફુફલના વિશેષ સન્માન સાથે અન્ય નિવૃત્ત થતા શિક્ષકોનું શાલ તથા સ્મૃતિચિહ્ન આપી અભિવાદન કરાયું હતું. તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના 75 જેટલા બાળકો દ્વારા રજૂ થયેલ સાંકૃતિક કાર્યક્રમે પણ આકર્ષણ જમાવ્યું હતું. આ વેળાએ પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજા, ના.જિ.પ્રા.શિ. નિલેશ ગોર, રશ્મિકાંત પંડયા, ધીરજ ઠક્કર સહિતના શિક્ષક અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો