તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Theft Of 15000 Cables Of Windmill From The Seams Of Mundra Pavdiyara Village 061101

મુન્દ્રા પાવડીયારા ગામની સીમમાંથી પવનચક્કીના 15 હજારના કેબલની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાના પાવડીયારા ગામની સીમમાં અાવેલી પવનચક્કીના પાંચ પોલમાંથી 15 હજારની કિંમતના અેલ્યુમિનિયમના વાયરોની ગત 5 અેપ્રિલની રાતથી સવાર દરમિયાન ચોરી થઇ જતાં શુક્રવારે પોલીસમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુન્દ્રા ખાતે રહેતા અને પાવડીયારા સીમમાં પવનચક્કી પર નોકરી કરતા બાલુભા માનસંગજી જાડેજાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ 5 અેપ્રિલના રાત્રીના દશ વાગ્યાથી 6 અેપ્રિલના સવાર દરમિયાન બન્યો હતો. પાવડીયારા સીમમાં અાવેલી પવનચક્કીના થાંભલા 103થી 108 વચ્ચેના 750 મીટર લાંબા અેલ્યુમિનિયમના કેબલ કિંમત 15 હજારની કોઇ અજાણ્યા શખ્સો કરી ગયા હતા મુન્દ્રા મરિન પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...