તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Winds Woke Up In The Sky 381 Degrees And The State Headquarters Of Bhuj State 061020

પવન મંદ પડતાંજ પારો ઉંચકાયો: 38.1 ડિગ્રીઅે ભુજ રાજયનું ગરમ મથક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્કયુલેશનની અસર તળે માવઠાવાળો ધુળિયો માહોલ વિખેરાવા સાથેજ પવનની ગતિ મંદ પડતાંજ કચ્છમાં ફરી અેકવાર મહતમ પારો ઉંચકાયો છે. પારો ઉંચકાવવાના કારણે લોકોને પુન:અેકવાર અાકરા તાપ સાથેની ગરમીનો અનુભવ કરવો પડયો હતો.

ભુજમાં મહતમ પારો અેકસામટો 4 ડિગ્રી ઉંચકાઇ 38.1 ડિગ્રીના અાંકે પહોંચ્યો હતો. 38.1 ડિગ્રીઅે ભુજ રાજયનું સર્વાધીક ગરમ મથક બન્યું હતું. છેલ્લા ચારેક દિવસથી 10થી 12 કિલોમિટરની ઝડપે ફુંકાતા પવનની ગતિ ઘટીને ગુરૂવારે 5-6 કિલોમિટરની થઇ જતાં તાપની અાણ વર્તાઇ હતી.

કંડલા અેરપોર્ટ, કંડલા પોર્ટ અને નલિયા ખાતે મહતમ પારો 33થી 36 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. અા તરફ માવઠાનો માહોલ વિખેરાઇ ગયા બાદ હવે ફરી અેકવાર શનિવારથી ગરમીનું પ્રમાણ વધે અને અાકરા તાપનો દોર શરૂ થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. શનિથી મંગળ દરમિયાન પારો પુન: 40 ડિગ્રીને પાર થાય તેવી શકયતા હવામાન નિષ્ણાતોઅે વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...