તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જય મહાવીર’ના જયઘોષથી સમગ્ર જિલ્લો ગુંજી ઉઠ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનકુવા | ભગવાન મહાવીરના જન્મકલ્યાણક નિમિત્તે સાધ્વીજી કમલપ્રભાશ્રીજી મ.સા.ની નિશ્રામાં આયંબીલની ઓળીનું આયોજન કરવામાં આવ્યું હતું. અા વેળાઅે શોભાયાત્રા તેમજ જીવદયાનું કાર્ય કરાયું હતું જેની વ્યવસ્થા યુવક તેમજ યુવતી મંડળ દ્વારા કરાઇ હતી.

નખત્રાણા | ‘જય મહાવીર’ના નાદથી સમગ્ર નખત્રાણા ગૂંજી ઉઠ્યું હતું. નખત્રાણા જૈન સમાજ દ્વારા નીકળેલી વિશાળ શોભાયાત્રા બસ સ્ટેશન, વથાણચોક, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ફરી હતી. બેન્ડપાર્ટી, મહાવીર સ્વામીના જીવન-કવન અાધારિત વિવિધ ફ્લોટ્સ, શણગારેલાં વાહનોમાં વેશભૂષા ધારણ કરેલાં બાળકોઅે લોકોમાં અાકર્ષણ જમાવ્યું હતું.

મુન્દ્રા | મહાવીર જયંતિ નિમિત્તે જૈન ભાઇઅો-બહેનોઅે ભગવાનના પૂજન-અર્ચનનો લાભ લીધો હતો. વહેલી સવારથી પ્રભાતિયાં અને ભક્તામર સ્ત્રોતથી નગર ભક્તિમય બન્યું હતું. વિશાળ શોભાયાત્રા કંદોઈ બજાર, ગુંદી ફળીયું, તેછી ચોક, માંડવી ચોક થઇ પરત જિનાલય ફરી હતી ત્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પોતાના રોજગાર બંધ રાખી જૈન સમુદાયે પ્રસંગ ઉજવ્યો હતો અને બપોરે નવકારશી જમણનો લાભ લીધો હતો.

માંડવી | જન્મ કલ્યાણક નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બાળકો દ્વારા વેશભૂષા સાથે ભગવાનના 14 સ્વપ્નો અને સ્વચ્છતાનો સંદેશ અાપતાં ચિત્રો, ભગવાનનો રથ, ધર્મધજા, પાલખી, ઊંટગાડીમાં ચંદનબાળા, સુલસા નંદી, ત્રિશલા માતા, ખુદ ભગવાન સહિતના પાત્રો, શાસનધ્વજ અને સાફા સાથે બહેનો સહિતનાઅે અાકર્ષણ જમાવ્યું હતું. ભગવાનના રથને યુવક મંડળની ટીમે ખેંચ્યો હતો. અા વેળાઅે માંડવી પાંજરાપોળમાં ગાયોને નીરણ કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...