તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The Significance Of The National Youth Day Is That Young People Recognize Their Power 062011

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનો પોતાની શક્તિને ઓળખે એ જ રાષ્ટ્રીય યુવા દિવસની સાર્થકતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશ વિદેશમાં લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી રાષ્ટ્રીય યુવા દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજ અને અધિવકતા પરિષદ કચ્છ વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કુમાર તેમજ કન્યા છાત્રાલયનાં યુવક યુવતીઓ સાથે ઉજવવામાં અાવી હતી. જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા અઘિક જિલ્લા અને સત્ર ન્યાયધિશ ડી. જી. રાણાએ યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીના જીવન કવનમાંથી પ્રેરણા લઈ પોતાનામાં રહેલી અમાપ શકિતને અોળખવા તથા તે શક્તિનો ઉપયોગ સમાજ તેમજ રાષ્ટ્રહીતના કાર્યમાં કરી યુવા દિવસના મૂળ હેતુને સાર્થક બનાવવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે યોજાયેલ આ કાર્યક્રમમાં જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારાથી નાસીપાસ કે હતાશ ન થઈ સ્વામી વિવેકાનંદજીના જીવનની ઘટનાઓમાં તેઅોઅે કરેલુ સંઘર્ષ, અને આવી પડેલ મુશ્કેલીઅોનો આત્મવિશ્વાસ અને મક્કમતાથી સામનો કરવાના યુવાનોને અનુરોધ કરાયા હતો.

યુવાનો પ્રેરણાદાયી પ્રતિકોના વાચનનો શોખ કેળવે અને યુવાનોની પ્રગતિમા અવરોધક બની રહેલા સોશિયલ મિડીયાનો વીવેકમાં રહી સંયમીત અને મર્યાદિત ઉપયોગ કરે તે આજના યુવાન માટેની ખાસ જરૂરીયાત પર ભાર મૂકી અધિવક્તા પરિષદ, કચ્છ વિભાગના ક્ષેત્રીય મંત્રી ઘનશ્યામ ગોર દ્વારા કુમાર તેમજ કન્યા છાત્રાલયના પુસ્તકાલય માટે પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ ભેટ આપ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી. એન પટેલ, ભુજ બાર એશોસીએશનના ઉપાધ્યક્ષ પંકજભાઈ વૈષ્ણવ, મંત્રી અમિતભાઈ ઠક્કર, ભુજ બારના પૂર્વ અધ્યક્ષ હેમસિંહ ચૌધરી, સામાજીક અગ્રણી નવીનભાઈ વ્યાસ, ધનસુખભાઇ વાઘાણી, યજ્ઞેશ શર્મા, અધિવકતા સાવિત્રી જાટ, અંજના ભાનુશાલી, જશુભાઈ વોરા, હેતભાઈ પરમાર, કન્યા છાત્રાલયના ગૃહમાતા દેવકીબેન, કુમાર છાત્રાલયના ગૃહપતિ અર્જુનભાઈ નંદા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભુજ બાર એશોસીએશનના કોપાધ્યક્ષ નિપુણભાઈ માંકડે અને આભારવિધિ ભુજ ભાનુશાલી મહાજનના મહામંત્રી લખમશીભાઈ ભાનુશાલીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો