તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Revenue Department Including The Collector Will Pay One Day Salary In Relief 060657

કલેકટર સહિત મહેસૂલ વિભાગએક દિવસનો પગાર રાહતનિધિમાં આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ની મહામારીમાં મદદરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રે પહેલ દર્શાવી છે. કચ્છ જિલ્લાના મહેસુલી તંત્ર દ્વારા કલેકટર પ્રવિણા ડી.કે. તેમજ તમામ મહેસુલી અધિકારીઓ, કર્મચારીઓ, તલાટીઓ તરફથી એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહતનિધિમાં અપાશે, એમ અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે.

નોંધનીય છે કે, કચ્છમાં શિક્ષકો સહિતના સરકારી માધ્યમો અગાઉ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવાનો નિર્ણય લઇ ચૂક્યા છે. ખાનગી કંપનીઓ પણ સહાયમાં આગળ આવી રહી છે. ધાર્મિક સંસ્થાઓ પણ છૂટ્ટાહાથે સહાય શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...