તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The Police Saw Bhagat 39chased Away By The Filmmaker And Caught With A Desi Gun 061023

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસને જોઇ ભાગ્યો ’ને ફિલ્મીઢબે પીછો કરી દેશી બંદુક સાથે પકડી લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકાના નાડાપા નજીક અેક શખ્સ બંદુક લઇને ગયો હોવાની બાતમી અાધારે અેસઅોજીની ટીમ નાડાપા નજીક પહોંચી ત્યારે અેક શખ્સ પોલીસને જોઇ નાસવા લાગતા તેનો ફિલ્મીઢબે પીછો કરી પકડતા મજલ લોડ દેશી બંદુક સાથે પકડાયો હતો. અેસઅોજીની ટીમે પદ્ધર પોલીસને સોંપતા અાગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, બાતમીના અાધારે અેસઅોજીનો સ્ટાફ ભુજ તાલુકાના નાડાપા ગામ નજીક પેટ્રોલીંગમાં હતો ત્યારે અેક શખ્સ પોલીસને જોઇ નાસવા લાગતા તેને પકડી લીધો હતો.

હનીફ ઉર્ફે અનવર હુશેન વરોંધ (ઉ.વ.34) રહે. વાત્રા વાળા પાસેથી લાયસન્સ કે પરવાના વગર દેશી બનાવટની મઝલલોડ બંદુક મળી અાવતા પદ્ધર પોલીસને સોંપાયો હતો.

પદ્ધર પોલીસ મથકે અાર્મ્સ અેક્ટની કલમો તળે ગુનો નોંધાયા બાદ અાગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો