તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢોરવાડા-ઘાસડેપોનું લોકેશન સ્પષ્ટ રીતે જાણી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં કાર્યરત ઢોરવાડા,ગાૈશાળા અને ઘાસડેપોનું લોકેશન હવે તેના અક્ષાંસ-રેખાંશના અાધારે સરળતાથી જાણી શકાસે. જિલ્લા વહિવટી તંત્રે માત્ર બે જ દિવસમાં જીઅો ટેગીંગ એટલે કે, જે-તે ગૌશાળા-કેટલ કેમ્પ કયાં છે, તે સ્પષ્ટ રીતે અક્ષાંસ રેખાંસના આધારે જાણી શકાય તે માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ગૌશાળા-પાંજરાપોળ, ઢોરવાળાઓને 79.77 કરોડનું ચૂકવણું પણ કરી દેવાયું છે.

અછત શાખામાંથી મળેલી માહિતી અનુસાર 456 કેટલકેમ્પમાં 2,69,000પશુધનનો નિભાવ કરાઇ રહ્યો છે. સાથો-સાથ ૧૫૪ ગૌશાળા-પાંજરાપોળોમાં પણ 1,30,444 અબોલ જીવોને આશ્રય અપાઇ રહયો છે.

પશુધન માટે અત્યાર સુધીમાં 6.57 કરોડ કીલો ઘાસનું વિતરણ થઇ ચૂકયું છે.વન વિભાગ તરફથી પણ જામનગર અને ભાવનગર ખાતેથી ઘાસની ફાળવણી કરાઇ રહી છે. જામનગરથી20 લાખ કીલો અને ભાવનગરથી 9.60 લાખ કીલો ઘાસની વન વિભાગે ફાળવણી કરી છે. જેમાંથી 21 લાખ કિલ્લોનો ઉપાડ કરીલેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...