તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતોનું જીવન જ પ્રેરણાદાયી અને પરોપકારી હોય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ સ્વામિનારાયણના સંત અ. નિ. શાસ્ત્રી સ્વામી લક્ષ્મણજીવનદાસજીની પુણ્ય સ્મૃતિમાં ભુજ મંદિર આયોજિત સંતવંદના મહોત્સવ પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ એવમ્ શાકોત્સવનું આયોજન કરવામાં અાવ્યું હતું.

મહોત્સવ દરમિયાન ઘનશ્યામ જન્મોત્સવ, હરિકૃષ્ણ મહારાજનો અભિષેક, રાસોત્સવ, શ્રી ઠાકોરજીની નગરયાત્રા જેવા કાયઁક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહોત્સવના અંતિમ દિવસે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે પોતાના આશીર્વચનમા સંતોનું જીવન અને એના કાર્યો જ પ્રેરણાદાયી અને પરોપકારી હોય છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે અ.નિ.સ. સ્વામી લક્ષ્મણજીવનદાસજીએ પોતાના જીવન કાળ દરમિયાન અનેક કથા- પારાયણોઓ, યજ્ઞો, તેમજ સંસ્કૃત અને કર્મકાંડીઆ વિદ્વાન અને બહોળો શિષ્ય અને હરિભકતોનો વર્ગ ધરાવતા. આ વિદ્વાન સંતના કાર્યોને મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્માનંદન દાસજી, સ્વામી પ્રેમપ્રકાસદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સંત કોઠારી દેવપ્રકાસદાસજી વિગેરેએ આ સ્વામી કરેલા કાર્યોમાંથી પ્રેરણા લઈ મનુષ્ય પોતાના જીવનને ધાર્મિક તેમજ સમાજ ઉપયોગી જીવન બની રહે તેના પર ઉદબોધન કરી અાશીર્વચન આપ્યા હતા. મહોત્સવના મુખ્ય યજમાન તરીકે મિરઝાપરના ભીખાલાલ હરજી શિયાણી પરિવાર જયારે સહ યજમાન તરીકે મુળ માધાપર હાલે ઓસ્ટ્રેલીયાના અ. નિ. કાનજી નારાણ કેરાઈ પરિવાર તેમજ અન્ય યજમાનોએ આ મહોત્સવમા સેવાનો લાભ લીધો હતો.

જયારે કથા વકતાઓ તરીકે શાસ્ત્રી સ્વામીઓમા હરિપ્રસાદદાસજી, આનંદવલ્લભદાસજી, ઘનશ્યામદાસજી, કૄષ્ણજીવનદાસજી તથા હરિકૃષ્ણદાસજી કથાનું રસપાન કરાવ્યું હતું. આ મહોત્સવમા દેશ-વિદેશના હરિભક્તો સાથે સ્થાનિક તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી બહોળી સંખ્યાબંધ લોકોએ લીધો હતો. જયારે અંજાર, માંડવી, રાપર મંદિરો અને ગુરુકુળમાંથી સંતોની હાજરી રહી હતી. ટ્રસ્ટીઓમા રામજીભાઈ વેકરીયા, મુરજીભાઈ શીયાણી, શશીકાંતભાઈ ઠકકર, જાદવજીભાઈ ગોરસીયા ઉપસ્થિત રહયા હતા.

સભા સંચાલન તરીકે સભાપતિ સ્વામી શુકદેવસ્વરુપદાસજી તથા હરિકૃષ્ણદાસજી ઉપસ્થિત રહેલા હતાં. સમગ્ર મહોત્સવની સેવાકીય પ્રવૃત્તિઓમા કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક તેમજ મહિલાઓ તેમજ ચોવીસી તથા શહેરીજનો જોડાયા હતા.

ભુજ સ્વામીનારાયણ મંદિરે પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ તથા શાકોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો