તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેવા પટેલ સમાજના અગ્રણીને ધમકી અાપનાર દબોચી લેવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટની છાત્રા 60 છાત્રાઅો સાથે બળજબરી પુર્વક કપડાં કઢાવી તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહીં તે અંગે ચકાસણી કરવાના ચકચારી બનાવમાં અખબારને અભિપ્રાય અાપનાર કછ લેવા પટેલ સમાજના અગ્રણીને ફોન પર ટુકડા કરી જાનથી મારી નાખવાની ધમકી અાપનાર માંડવીના પીયાવા વાડી વિસ્તારના નાનજી મેઘજીભાઇ હીરાણી ની અે ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે.

ગત ફેબ્રુઅારીમાં ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટમાં ચકચારી કિસ્સામાં ભુજ મંદિરના સંતોની રૂઢિવાદી નીતિ જવાબદાર હોવાનું જણાવી ભણતરને ધર્મ સાથે ના જોડવા પોતાની પ્રતિક્રિયા અાપનાર લેવા પટેલ સમાજના અગ્રણી અાર અાર પટેલે અારોપી નાનજી મેઘજીભાઇ હીરાણીઅે એમપીમાંથી તેના ડ્રાઈવર થાનસિંગ જગદીશસિંહ રાજપુત રહે રાજગઢના મોબાઈલ નંબર 62642 72474 પરથી ‘સંતો વિશે શા માટે આવું કેમ બોલો છો કહી તમારા ટુકડા કરીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અા ઘટના અંગે અે ડિવિઝન પોલીસે ફોન કરનાર અારોપી વિરૂધ ગુનો નોંધાયો હતો. પોલીસે પ્રથમ અારોપી થાનસિંગ રાજપુત (ઉ.વ.35)ની અટકાયત કરી તેની પુછતાછમાં નાનજીભાઇ મેઘજીભાઇ હીરાણીનું નામ અાવતાં પોલીસે ગુરૂવારે અારોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનાની તપાસ કરનાર અે ડિવિઝન પોલીસ મથકના પીઅેસઅાઇ કે.અેમ.બારીયાઅે જણાવ્યું હતું કે, અારોપી નાનજી હિરાણી મધ્ય પ્રદેશમાં કન્ટ્રકશનનું કામ કરે છે, અને તેમણે તેમના ડ્રાઇવરના મોબાઇલ ફોન પરથી આર.આર.પટેલને ફોન કરી ધમકી અાપી હતી.

સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટની છાત્રાઅોના ચકચારી કેસમાં

અન્ય સમાચારો પણ છે...