તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ યુનિની પરીક્ષાઅો 10 અોકટોબરથી લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિની પહેલા સેમેસ્ટરની પરીક્ષાઅો 3 તબક્કામા લેવાશે. અા પરીક્ષાનું પહેલું ચરણ 10 અોકટોબરથી અારંભાશે તેવું કચ્છ યુનિના સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

કચ્છ યુનિની વેબસાઇટ પર પરીક્ષા નિયામકે જારી કરેલી તારીખો અનુસાર સ્નાતક અને અનુસ્નાતકમાં રિપીટર, અેક્ષટર્નલ, અેટીકેટી સહિતના અલગ અલગ 62 વિભાગોની પરીક્ષા 3 તબકકામાં લેવામાં અાવનાર છે.

પહેલું ચરણ 10 અોકટોબરથી શરૂ કરાશે જે દિવાળી વેકેશન શરૂ થવા પૂર્વેજ અાટોપી લેવાશે. જયારે બાકીના 2 તબક્કા દિવાળી વેકેશન પછી અેટલે કે અનુક્રમે 18 અને 28 નવેમ્બરથી શરૂ થશે.

પહેલો તબક્કો નવરાત્રી પછી તરત જ શરૂ થતો હોવાથી યુવા છાત્રોને નવરાત્રીમાં ગરબે ઘુમવા સાથે પરીક્ષાની તૈયારીમાં પણ પરોવાવું પડશે.

અન્ય સમાચારો પણ છે...