તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News The Kushchh Has Been Continuously Releasing The Earthquake In The Region 060643

કચ્છની ધરામાં ભુસ્તરિય સળવળાટ અવિરત રીતે જારી રહ્યો હોય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છની ધરામાં ભુસ્તરિય સળવળાટ અવિરત રીતે જારી રહ્યો હોય તેમ મંગળવારની મધરાતથી બુધવારની બપોર સુધીના સમયગાળામાં વાગડની ધરા 3થી ઉપરની તિવ્રતાના અેક સહિત કુલ્લ 5 જેટલા હળવા કંપનથી ધ્રુજી ઉઠી હતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી જાણવા મળેલી વિગત અનુસાર મંગળવારની રાત્રે 12.47 કલાકે ભચાઉથી 13 કિલોમિટર દુર કેન્દ્રબિંદુ ધરાવતા કંપનની રિકટર સ્કેલ પર તિવ્રતા 3.2ની અાંકવામાં અાવી હતી. અા ઉપરાંત રાપર અને ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ધરાવતી અન્ય 4 હળવી

...અનુસંધાન પાનાનં.6

ધ્રુજારી અનુભવાઇ જેની રિકટર સ્કેલ પર તિવ્રતા 2.0,1.7,1.6 અને 1.4ની અાંકવામાં અાવી હતી.

વાતાવરણમાં જોવા મળી રહેલા અણધાર્યા ફેરફારો વચ્ચે કચ્છમાં ભુસ્તરિય સળવળાટનું વધેલુ પ્રમાણ ઘટવાના બદલે વધી રહ્યું હોવાના લીધે થોડો ઉચ્ચાટ ફેલાયેલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે પાછલા 20થી25 દિવસના સમયગાળામાં 3થી ઉપરની તિવ્રતાના પાંચેક કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થઇ ચુકયા છે.

અન્ય સમાચારો પણ છે...