• Gujarati News
  • National
  • Bhuj News The Konark Festival Will Now Be Held In Odisha Taking Inspiration From The Festivities 062052

રણોત્સવમાંથી પ્રેરણા લઇ હવે અોડિશામાં કોનાર્ક મહોત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણોત્સવ થકી કચ્છના બેમિસાલ રણને દુનિયા જાણતી થઇ છે. દર વર્ષે લાખો પ્રવાસીઅોની સાથે હવે ફિલ્મ અને ટેલિવિઝનની શૂટિંગ માટે પણ કચ્છ પસંદગીનું બન્યું છે. સ્થાનિક લોકોની અાવકમાં પણ વધારો થયો છે. તેના કારણે અન્ય રાજ્યો પણ હવે પ્રવાસીઅોને અાકર્ષવા કચ્છના રણોત્સવના મોડલને અપનાવી રહ્યા છે. અોડિશા રાજ્યઅે તાજેતરમાં ત્યાંના કોનાર્ક નૃત્ય અને સંગીત મહોત્સવને કચ્છના રણોત્સવ થીમની માફક અેક મહિનાનો કાર્યક્રમ યોજવા નક્કી કર્યું છે.

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં અેક સમયે પ્રવાસન ખાતા દ્વારા ત્રણ-ચાર દિવસોનો શરદોત્સવ નામનો કાર્યક્રમ કરી દેવાતો હતો. તેમાં માત્ર સરકારી અધિકારીઅો અને થોડા ઘણાં વિદેશી પર્યટકોને સામેલ કરી સંતોષ માની લેવાતો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદીઅે અા મહોત્સવને રણોત્સવનું નામ અાપી તેનું બ્રાન્ડીંગ કર્યું હતું. ધોરડોમાં ટેન્ટસીટી, ભુજમાં કાર્નિવલની શરૂઅાત થઇ હતી. મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની થીમ પર રણોત્સવ અને કચ્છના પ્રવાસન સ્થળોની જાહેરાત કરાઇ હતી. જોતજોતામાં કચ્છ ટુરિઝમ કેન્દ્ર બની ગયું હતું. હવે તો રણોત્સવ અેક મોટી ટુરિઝમ ઇવેન્ટ બની ગઇ છે. દર વર્ષે લાખો પ્રવાસીઅો સફેદ રણ અને ટેન્ટસીટી અાવે છે. તેની સાથે કચ્છના અન્ય પ્રવાસન સ્થળો પર પણ ટુરિઝમમાં વધારો થયો છે. કચ્છમાં પ્રવાસનને અાવી રીતે સફળતા મળતા અન્ય રાજ્યો પણ રણોત્સવમાંથી પ્રેરણા લઇ રહયા છે. મધ્યપ્રદેશ સરકારે થોડા વર્ષો પહેલા જ નર્મદા નદી પર અાવેલા હનુમંતિયા ટાપુ પર ડિસેમ્બરમાં જલમહોત્સવનું અાયોજન કરે છે. જ્યાં ટેન્ટસીટી બનાવી જુદા-જુદા વોટરસ્પોર્ટર્સનું અાયોજન કરવામાં અાવે છે. ગત વર્ષે જ લોકાર્પણ કરાયેલી સ્ટેચ્યુ અોફ યુનિટી પાસે પણ ટેન્ટ સીટી બનાવાઇ છે. તો હવે અોડિશા સરકાર પણ કચ્છના રણોત્સવથી પ્રેરણા લઇને અેક મહિનાઅો મહોત્સવ યોજી પ્રવાસીઅોને અાકર્ષવાની તૈયારી કરી રહી છે. અોડિશાના જગવિખ્યાત કોનાર્ક સંગીત અને નૃત્ય મહોત્સવની સાથે હવે ત્યાં ટેન્ટ સીટી સહિતનું અાયોજન કરવામાં અાવશે. તાજેતરમાં અા અંગે નિર્ણય લેવાયો છે. કચ્છમાં કેવી રીતે અેકથી બે મહિના માટે ટેન્ટ સીટી ચાલુ રહે છે તેની વિગતો મેળવી તેવું અાયોજન અોડિશામાં અમલમાં મુકવાના અાદેશો અાપવામા અાવ્યા હતા.

રાજસ્થાનના રણમાં પણ ટેન્ટસીટી !
અામ તો કચ્છ પહેલા રાજસ્થાનના જૈસલમેરના રણમાં ટેન્ટસીટી બને છે. જોકે ત્યાં ડેઝસ્ટ સફારી સહિતના અાયોજનના ભાગરૂપે અનેક જગ્યાઅે ટેન્ટસીસી છે. જ્યારે કચ્છમાં અેકમાત્ર ધોરડોમાં ટેન્ટસીટી બને છે. જેનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા ખાનગી કંપનીને અાપી દેવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...