તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News The Hawala Phone Came From The Bogus Angadia Generation And Handed Out Silver Chains 061547

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ આંગડીયા પેઢીમાંથી હવાલાનો ફોન આવ્યો ને ચાંદીના સાંકળા આપી દીધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેતરપિંડી કરતી એક ગેંગ કચ્છમાં સક્રીય છે જેમાં સોના અને ચાંદી તેમજ વિધીના નામે ઠગાઇ થયાના અનેક કિસ્સાઓ સામે આવી ચુકયા છે. આ માસમાં ઠગાઇના ચાર કિસ્સા ચોપડે ચડયા છે ત્યારે હવે વધુ એક કિસ્સો એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. જેમાં રાજકોટના યુવક-યુવતિએ 17 કિલો ચાંદીના સાંકળા બનાવવાનો ઓર્ડર આપી કોરો ચેક તેમજ બોગસ આંગડીયાની પેઢીમાંથી ફોન કરાવી 7.5 લાખની છેતરપિંડી કરતા ફરીયાદ નોંધાઇ છે. ભુજના કારીગરને 17 કિલો ચાંદીનો ચુનો લાગી ગયો છે.

શહેરના પ્રમુખસ્વામી નગરમાં રહેતા જમનાદાસ શંભુલાલ પોમલે નોંધાવેલી ફરીયાદ મુજબ, 25 નવેમ્બરના તેમને એક ફોન આવ્યો હતો જે કોઇ રાજકોટના વેપારીનું હોવાનો કહેતો હતો. તેણે ફોન પર તેની પાસે વીસેક કિલો ચાંદી હોવાની કહી ચાંદીના સાંકરા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો અને મજુરીના પૈસા અને ચાંદીનો જથ્થો ઓર્ડર લેવા આવશે ત્યારે આપી દઇશ તેમ કહ્યું હતું. 14મી ડિસેમ્બરે રાજકોટના પ્રાશંતભાઇનો ફોન આવતા તેમના કહેવા મુજબ 17,886 કિલો ગ્રામ ચાંદીના સાંકળા નંગ 91 (કિંમત 7,51,862) તૈયાર થઇ ગયા હોવાનું કહેતા 16 ડિસેમ્બરના સવારે દસેક વાગ્યે જીજે 03 કેસી 0341 નંબરની સીયાઝ કારથી પ્રશાંતભાઇ આવ્યા હતા અને તેમની સાથે એક ગીતાબેન ઉર્ફે નેહાબેન હતા જે તેમની પત્ની હોવાનું કહ્યું હતું.

પ્રશાંતે કહ્યું કે તમને આંગડીયા પેઢીમાંથી ફોન આવશે જેથી ફરીયાદીને ફોન આવ્યો અને રમેશ કાંતી આંગડીયામાં તમારા પૈસા આવી ગયા છે તેવું કહેતા ચાંદીના સાંકડા આપી દીધા હતા. પ્રશાંત જતા સમયે એક કોરો ચેક પણ આપી દીધો હતો. જે ચેક પણ બાઉન્સ થતા અને ફોન નો-રીસીવ થતા પ્રશાંત પાંભર અને ગીતાબેન સામે છેતરપિંડીની ફરીયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી. પોલસી ચીટરોને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.

ભુજની આંગડીયા પેઢીમાં પહોંચ્યા ત્યારે, અમે કોઇને ફોન કર્યો નથી તેમ કહેવાયું
વૃદ્ધ જમનાદાસ સાંજે છએક વાગ્યાના અરસામાં પંચમુખા હનુમાન શેરીમાં આવેલી રમેશ કાંતી આંગડીયા પેઢી પર પહોંચ્યા અને હવાલા અંગે કહ્યું ત્યારે ત્યાં કહેવાયું કે અમે કોઇને ફોન કર્યો જ નથી. જે નંબર પરથી ફોન આવ્યો તે દેખાડતા કહેવાયું કે આવા નંબર અમારા છે જ નહીં. તો જે નંબર પરથી ફોન આવ્યો તેના પર ફોન લગાડતા કોઇ શખ્સે કહ્યું કે, આ રાજકોટના નંબર છે અને પ્રશાંતભાઇનો માણસ આવીને કહેલ કે આ નંબર પર ફોન કરીને કહી દે કે તમારા પૈસા આંગડીયા પેઢીમાં આવી ગયેલ છે.

રાજકોટના યુવક, યુવતી સામે 7.5 લાખની ઠગાઇની નોંધાઇ ફરિયાદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો