• Gujarati News
  • National
  • Bhuj News The Guest House Cut Off Water And Sewer Connections Without Paying Taxes 061659

ગેસ્ટ હાઉસે બાકી વેરા ન ભરતા પાણી અને ગટરના જોડાણ કપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ પાલિકાની ટેક્સ બ્રાન્ચે બાકી વેરા ન ભરતા મિલકત ધારકોના પાણી અને ગટરના જોડાણ કાપવાનું શરૂ કર્યું છે, જેમાં બુધવારે મહેરઅલી ચોકમાં રાજ ગેસ્ટ હાઉસના જોડાણ કપાયા હતા. અાજે ગુરુવારે રઘુવંશીનગરના બાકીદારો ઉપર ત્રાટકે અેવી શક્યતા છે. જોકે, ભુજ શહેરની ઉત્તર દિશાના દબાણવાળા વિસ્તારોમાં પાણી, ગટર, રોડ લાઈટ અને સફાઈની સુવિધા અાપવા છતાં કોઈ રહેવાસી વેરા ભરતા નથી. જેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી, જેથી સમૃદ્ધ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ માર્ચ માસ નજીક અાવતા જ વેરા વસુલાત કાર્યવાહી તેજ ગતિઅે શરૂ કરી દેતી હોય છે. જોકે, દર વખતે જાન્યુઅારી અને ફેબ્રુઅારીમાં ગતિ અાવતી હોય છે. પરંતુ અા વખતે પ્રારંભથી અેક પછી અેક ગિયર બદલીને અેક્સિલેટર દબાવતી ગઈ છે, જેથી અત્યાર સુધી 6 કરોડ રૂપિયા જેટલી વસુલાત પણ કરી લીધી છે. જોકે, ભુજ શહેરની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશા તરફના દબાણોવાળા વિસ્તારોમાંથી વસુલાત કરવાને બદલે કોઈપણ જાતનો વિરોધ કર્યા વિના શરણાગતિ સ્વીકારી લેતા રહેવાસીઅો ઉપર જોર અજમાવવાની નીતિને જ અનુસરી છે. ટેક્સ બ્રાન્ચ બુધવારે ન્યૂ સ્ટેશન રોડ ઉપર અાવેલા રાજ નિકેતન હોલ અને રાજ ગેસ્ટ હાઉસ ઉપર ત્રાટકી હતી, જેમાં રાજ નિકેતને 2 લાખ રોકડા અને 1 લાખનો ચેક અાપી દેતા જોડાણો કાપવાનું માંડી વાળ્યું હતું. પરંતુ, મહેરઅલી ચોક પાસે અાવેલા રાજ ગેસ્ટ હાઉસે ફૂટી કોડી પણ ભરી ન હતી, જેથી પાણી અને ગટરના જોડાણ કાપી લેવાયા હતા. હવે અાજે ગુરુવારે નવી રાવલવાડી સ્થિત રઘુવંશીનગર વિસ્તારમાં ત્રાટકે અેવી શક્યતા છે.

અાજે રઘુવંશીનગરમાં ટેક્સ બ્રાન્ચ ત્રાટકશે
અન્ય સમાચારો પણ છે...